________________
શ્રી અભિનંદન સ્વામીજી
148
કર્મ છે. અનુક્રમે એ ચાર આત્માની સર્વજ્ઞતા, સર્વદર્શીતા, પૂર્ણતા અને વીતરાગતા સ્વરૂપ પરમાત્મ તત્ત્વને આવરે છે-અવરોધે છે.
આવા આ ઘાતિકર્મોના એક પડ ઉપર બીજું પડ એમ થરના થર વીંટળાઈ વળીને એનો ખડકલો ડુંગર જેવડો થઈ ગયો છે. એની જ નીપજ તેર કાઠિયા છે, જે પણ આડા મહાઅંતરાય છે. આવા ઘણા બધા અત્યંત વિશાળ અને અતિ-ઊંચા ઘાતિકર્મોના ડુંગરોની હારમાળાની આડશઅંતરાયના કારણે હે જગન્નાથ અભિનંદન સ્વામી! હું આપના દરિસણ કરી શકતો નથી. આપ દેવના દેવત્વના, દિવ્યતાના દિવ્યદર્શન, આવા અંતરાયોને કારણે કરી શકતો નથી તેથી સમ્યગ્દર્શન પણ થતું નથી.
મોહનીયકર્મના પેટાભેટ સ્વરૂપ દર્શનમોહનીયકર્મના ઉદયના કારણે સમ્યગ્દર્શન થતું નથી. જ્યારે ચારિત્ર-મોહનીયના ઉદયના કારણે, સ્થિરતા-સહજતા-આત્મરમણતા આવતી નથી. દર્શનાવરણીયકર્મના કારણે, સ્વાધીન, દિવ્યદર્શન, કેવલદર્શન થતું નથી. જ્ઞાનાવરણીયકર્મના કારણે, પ્રત્યક્ષ-જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન થતું નથી. અંતરાયકર્મના કારણે વિદનજય થતો નથી અને પૂર્ણતાને પમાતું નથી. | મુમુક્ષુ સાધકને સાચા સાધ્યની અને એ સાધ્યથી અભેદ કરાવનારી સાચી દિશાની સાધકતાની-સાધનાની ઓળખાણ કરાવનાર નિશ્ચયનય છે. એ નિશ્ચયનયની આંગળી-નિશ્ચયનયનું નિશાન હંમેશા આત્માના શતપ્રતિશત શુદ્ધ વિશુદ્ધ આત્મસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ તરફ હોય છે. એ કર્તા-ભોક્તાપણાની ભ્રાંતિને ટાળે છે. કર્તાપણું બંધ થાય તો ભોક્તાપણું બંધ થાય. કર્તાપણું એ બીજ છે-કારણ છે અને ભોક્તાપણું એ તેનું ફળ-કાર્ય છે. સંસારમાં સંસારીઓનો બધો કર્તા-ભોક્તાપણાનો ભ્રાંત
મંદિરમાં જાઓ તોં “તુંહી તુંહી !” ના ભાવ ઉમટવા જોઈએ અને
સાધનામાં ““સોડ6 સોડકં!” ના ભાવ ઉમટવા જોઈએ.