________________
147
હૃદય નયન નિહાળે જગધણી
શબ્દાર્થ: ઘાતી એટલે કે સ્વરૂપના સ્વરૂપનો અર્થાત્ સ્વરૂપની મૌલિકતાનો ઘાત-નાશ કરનારા ઘાતિ કર્મોના ડુંગર-પર્વત, અતિ ઘણા એટલે કે પુષ્કળ આડા-વચ્ચે છે - અંતરાય (વિદન)રૂપ છે; જે તે જગન્નાથ ભગવાન ! તુજ-તારા દરિસણ-દર્શન થવા નથી દેતાં.
તોય ધી ફ્રાઈ કરીને-નફ્ફટાઈ કરીને-ખંધો થઈને મારગ એટલે કે માર્ગમાં સંચરું એટલે કે સંચરણ-વિહરણ ચાલુ રાખું છું પણ સાથેસંગાથમાં માર્ગનો જાણકાર, માર્ગ બતાવનાર કોઈ સેંગુ-સાથી-ભોમિયો નથી-સંગાથી-સોબતી નથી.
લક્ષ્યાર્થ-વિવેચન : આખા જગતના નાથ ! વિશ્વભર એવા વિશ્વનાથ અભિનંદન જિનના દુર્લભ દર્શનનો પ્યાસો એવો હું, એ દેવદર્શનની દુષ્કરતાને જાણવા છતાંય અને એ દેવદર્શનની આડે અંતરાયરૂપે ઘાતિકર્મોના આવરણોના થરના થર ડુંગર જેવા ખડકલાઓને ગણકાર્યા વગર, હઠીલો બની ધૃષ્ટતાથી આપના દર્શનના માર્ગે, મેં મારી આગેકૂચ જારી જ રાખી છે.
કર્મો મુખ્યતાએ આઠ પ્રકારના છે. એ આઠ પૈકીના આત્મપ્રદેશોને કંપનશીલ રાખનારા અને આત્માને સંસારમાં રાખનારા ને રખડાવનારા ચાર કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ અઘાત કર્યો છે. જ્યારે આત્માના મૂળ, મૌલિક સ્વરૂપ, આત્મગુણ, આત્મસ્વભાવને આવરનારા અને આત્માની સાહજિકતા, સ્વાભાવિકતાને હણી નાખીને, અસહજ વૈભાવિકદશામાં ધકેલનારા જે કર્યો છે, તે સ્વરૂપના સ્વરૂપ ઉપર અર્થાત્
સ્વરૂપની મૌલિકતા ઉપર ઘાત કરતાં હોવાથી ઘાતિકર્મો કહેવાય છે. એ પણ ચાર છે, જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય
છોડવું એ વ્યવહાર છે. ભૂલવું એ નિશ્ચય છે. કહ્યું છે ને કે “નેકી કર ઔર દરિયામેં ડાલ.”