________________
શ્રી અજિતનાથજી
સ્થૂળ આંખથી નિહાળતાં આખો સંસાર ભૂલો પડી ઊંધે રવાડે ચઢી ગયો હોય એમ લાગે છે. પુરુષ પરંપરામાં અંધની પાછળ અંધની શ્રેણી, આંખો બંધ રાખીને ગાડરિયા પ્રવાહમાં ચાલતી હોય એમ જણાય છે. માત્ર આગમદષ્ટિએ વસ્તુવિચારણા કરવામાં આવે તો પગ મૂકવાનું ઠેકાણું કે ચારિત્ર ધારણ કરવાનું ઠામ-સ્થાન પોતાનું નથી અને તર્કવિચારણામાં તો છેડો દેખાતો નથી. નિશ્ચય થઈ શકે અને નિર્ણય કરી દૃઢનિશ્ચયી બની શકાય એવું અવલોકન પ્રાપ્ત થતું નથી. કારણ કે...
“અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.’’
',
64
આપણને મનોગત, અભિમત એટલે ઈચ્છિત જે વસ્તુ છે, તેને મેળવવા માટે પ્રયત્ન આદર્યો છે, તેવી વસ્તુને વસ્તુગત ધર્મના અસલ અદ્દલોદ્દલ સ્વરૂપમાં જેવી છે તેવી જ કહે, જણાવે અને સમજાવે એવા રાહબર તો આ જગતમાં વિરલા જ જોવામાં આવે છે.
• વસ્તુગત વસ્તુનું દર્શન એટલે વસ્તુના જે મૂળ અસલ મૌલિક ધર્મ હોય, તેને રાગદ્વેષરહિત કશાય પૂર્વગ્રહ વિના માધ્યસ્થ ભાવે પ્રકાશવાબતાવવા. આવા શુદ્ધભાષકનો આજે દુકાળ વર્તાય છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ સત્તરમા માયામૃષાવાદ પાપસ્થાનકની સજ્ઝાયમાં શુદ્ધભાષકની બલિહારી બતાવતા અને અધ્યાત્મસાર ગ્રંથમાં દંભ ઉપરના પ્રકરણથી, યોગીરાજજીની વાતોનું જ સમર્થન કર્યું છે.
જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ; તેહનો જૂઠો સકલ કલેશ હો લાલ. માયા.૭
તેણે ત્રીજો મારગ ભાખ્યો, વેષ નિંદે દંભે રાખ્યો; શુદ્ધ-ભાષકે શમ-સુખ ચાખ્યો હો લાલ. માયા.૮ - મહામહોપાધ્યાયજી
જ્યાં ગમો ત્યાં મરો ! જ્યાં અણગમો ત્યાં ભડકો !