SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 13 - હૃદય નયન નિહાળે જગધણી આત્મવેભવ, આત્મસંપદા, આત્મસુખને ખોઈને એટલે કે ગુમાવીને, પર વસ્તુ અને પર વ્યક્તિની પળોજણમાં પડવાનું થાય છે. જેમાં આધિવ્યાધિ અને ઉપાધિની રીબામણ છે. યોગીરાજજીને આવું આત્મધન જ્યાં ખોવાઈ જતું હોય, લૂંટાઈ જતું હોય, તેવી સોપાધિક પ્રીતસગાઈ ઈષ્ટ નથી. એઓશ્રીને તો કાયમ માટે, સાદિ-અનંત શાશ્વતકાળ માટે કરવાપણાની મજૂરીમાંથી છોડાવનારી અને નિશ્ચયના મહેલમાં ઝુલાવનારી અક્રિયતાની શેઠાઈસાહેબી જોઈએ છે. પ્રેમ તો વીતરાગતાપૂર્વકનો અને વીતરાગતા પ્રેમપૂર્વકની વ્યાપક હોય છે. સાંસારિક સંબંધો એ મોહરંજિત મોડસંબંધે હોય છે કે જે મોહમાં સ્વાર્થતા-સીમિતતા-સંકુચિતતા હોય છે. મોહની વ્યાપકતા જ પ્રેમ છે અને પ્રેમની સંકુચિતતા જ મોહ છે. * સાંસારિક સોપાધિક સંબંધોમાં એકમેકને અરસપરસ અપેક્ષા હોવાથી તે સાપેક્ષ સંબંધો છે. જ્યારે આધ્યાત્મિક-આત્મિક સંબંધો, સાપેક્ષમાંથી નિરપેક્ષમાં લઈ જનારા, લોકોત્તર નિરૂપાધિક સંબંધો છે જે અપવર્ગને અપાવનારા છે. શાસ્ત્રોમાં મોક્ષને અપવર્ગ-અપ'વર્ગ એટલા માટે કહ્યો છે કે તેમાં બારાખડીનો “પ” વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ, વ નથી. “પ” એટલે પાપ, “ફ' એટલે ફીકર અથવા ફલીકરણ એટલે જન્મ, “બ” એટલે બિમારી, “ભ' એટલે ભય, “મ' એટલે મૃત્યુ અને વ એટલે વૃદ્ધાવસ્થા આ છ ઓસ્ય વ્યંજન જ્યાં નથી તે અપવર્ગ કહેતાં મોક્ષ છે. આ છે જ્યાં છે ત્યાં સંસાર છે અને તેથી જ સંસાર દુઃખરૂપ છે. અને જે દુઃખરૂપ હોય તે દુઃખફલક ને દુઃખાનુબંધી હોય જ એમાં કોઈ શંકા કરવા જેવું નથી. મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ એ ઘર્મની મોસમ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy