________________
253
, હૃદય નયન નિહાળે જગધણી
5
જે પૂરણ હોય તે પોતે પોતામાં જ રહે અને પોતામાંથી નીકળી બહાર પરમાં જાય નહિ. સ્વમાં સ્થિત સ્વસ્થ રહે. આત્મામાં જ રમે તેથી તે ‘“આતમરામ’’ કહેવાય. એઓશ્રી પુદ્ગલાભિનંદી કે પુદ્ગલાભિરામી નથી પણ આત્માભિરામી છે તેથી ‘આતમરામ' છે. તેથી જ એઓશ્રી પરમાનંદી, બ્રહ્માનંદી, નિજાનંદી, પ્રજ્ઞાનંદી, આત્માનંદી, તત્ત્વાનંદી, સહજાનંદી, પૂર્ણાનંદી છે.
આવા અમારા શ્રી સુપાર્શ્વજિનને અમે ભૂરિ ભૂરિ કોટિ કોટિ વંદના કરીએ છીએ !!!
વીતરાગ મદ કલ્પના, રિત અરિત ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ લલના. શ્રી સુપાસપ
પાઠાંતરે મદ ને સ્થાને મત જે અશુદ્ધ લાગે છે. યોગ ના સ્થાને જોગ અને અબાધિત ના સ્થાને અબાહિત છે.
શબ્દાર્થ : એ સુપાસપ્રભુ રાગદ્વેષ રહિત વીતરાગ છે. જેમ વિ અને રજની એક જગ્યાએ ન રહે, તેમ ભગવાન અને મોહશેતાન ક્યારેય એક સંગાથે ન રહે; કારણકે પ્રભુ વીતરાગ છે. અને સર્વ પ્રકારના મદ એટલે ગર્વ, કલ્પના એટલે વિચાર-સંકલ્પ-વિકલ્પ, રતિ અતિ એટલે ગમા-અણગમા અથવા રૂચિ-અરૂચિ, ભય એટલે ડર-બીક, સોગ એટલે શોક-ખેદ, નિદ્રા-તંદ્રા એટલે ઊંઘ-આળસ, દુરંદશા એટલે દુર્દશાબેહાલી-બરબાદીથી રહિત હોવાથી એઓશ્રીના મન-વચન-કાયાના યોગ બાધા રહિત એટલે કે અબાધિત અર્થાત પીડા રહિત છે.
લક્ષ્યાર્થ-વિવેચન સ્તવનની ગાથા ૩ અને ૪માં પ્રભુની વિધેયાત્મક ઓળખ કરાવ્યા પછી કવિવર્ય યોગીરાજશ્રી આ પાંચમી
કરનારા કરતાં કરનારાને જોનારાનું સ્થાન અતિ ઊંચું છે.