________________
હૃદય નયન ખોલો... ગંધણીને નિહાળો...
ભારત વર્ષની ભૂમિ એ આર્યભૂમિ છે, એ હજારો-લાખો વર્ષોથી અધ્યાત્મધારાથી પલ્લવિત છે. ૨૫-૫૦-૧૦૦ વર્ષના અંતરે, કોઇક ને કોઇક યુગપુરુષ થાય છે, જે લોકમાં રહેલી સુષુપ્ત ચેતનાને, પોતાના આધ્યાત્મિક સ્પર્શથી નવપલ્લવિત કરીને આધ્યાત્મિકધારાના પ્રવાહને વહેતો રાખવાનું પુનિત કાર્ય કરે છે.
આજથી ૨૫૦-૩૦૦ વર્ષ પૂર્વે થયેલાં યોગીરાજ આનંદઘનજી મહારાજા પણ એક એવા અવતારી પુરુષ થઇ ગયા, કે જેમણે પોતાનુ સમગ્ર જીવન અધ્યાત્મની સાધનામાં જ પસાર કર્યું. ક્ષણ-ક્ષણનો ઉપયોગ આત્માની સાધના કાજે કરીને ભીતરના ઊંડાણમાં એટલા બધા ચાલી ગયા કે, તેમણે અનુભૂતિના દ્વાર ખોલી નાખ્યા. યોગની છઠ્ઠી ષ્ટિ અને છઠ્ઠા-સાતમા ગુણઠાણા સુધીની વિશુદ્ધિને તેઓ પામ્યા અને તેમના માધ્યમે જે પરાવાણી નીકળી, તે આપણને આજે આનંદઘન સ્તવન ચોવીશીરૂપે તેમજ આનંદઘન પદરૂપે ઉપલબ્ધ થાય છે. તેમના એક એક સ્તવનમાં, એક એક પદમાં અગાધ મર્મ સમાયેલો છે જે, એના ઉપરની ગહન અનુપ્રેક્ષાથી જ હાથ લાગે એમ છે.
એમના સાહિત્યમાં દ્વાદશાંગીનો અર્ક ભર્યો છે. જૈન શાસનમાં જન્મેલાં આત્માઓનું એ પરમ સદ્ભાગ્ય છે, કે આજે પૂ. દેવચંદ્રજી મહારાજા, પૂ. આનંદઘનજી મહારાજા અને પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાના ગુજરાતીમાં લખાયેલ પદ્ય સાહિત્યથી પણ જિનાગમોના મર્મો પામી શકાય છે અને જીવનને, સાધનામય-ઉપાસનામય બનાવી શકાય છે.
આત્મા એના સ્વરૂપમાં અકર્તા છે'' એ જૈનદર્શનનું પરાકાષ્ઠાનું