________________
શ્રી સુપાર્શ્વનાથજી
જ્ઞાનરસ વેદન છે. જ્ઞાન એવું ને એવું રહે છે તેથી એ જ્ઞાનરસમાં નિપજતા આનંદમાં સ્થાયીતા-શાશ્વતતા-સમરૂપતા-પૂર્ણતા-શુદ્ધતા છે. આ ચિદાનંદીતાના કારણે સુપાર્શ્વનાથ ભગવાન ‘ચિદાનંદ’ છે.
244
ભગ એટલે ભાગ્ય. આપ નિર્વાણને પામી ભવનો અંત આણનાર હોવાથી ભાગ્યવાન એટલે કે ‘ભગવાન’ છો. વળી ભગનો અર્થ પૂજ્ય પણ થાય છે. આપ દેવેન્દ્રો, સુરેન્દ્રો, નરેન્દ્રોથી પૂજિત છો તેથી પણ આપ ભગવાન છો. અમ ભક્તના ભાગ્યનું ઘડતર પણ આપની ભક્તિથી છે માટે પણ આપ અમારા ભગવાન છો. આપ ભગવાનની ભક્તિ થકી પુણ્યની પ્રાપ્તિ, પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે. એ પુણ્યપ્રતાપે જ આલોક સુખદ બને છે, ઊંચો પરલોક પ્રાપ્ત થાય છે અને પરંપરાએ પરમલોક માય છે. માટે આપ ભગવાન છો ! વળી કલ્પસૂત્રમાં ભણ્ શબ્દના જે ચૌદ અર્થોમાંથી ‘સૂર્ય’ અને ‘યોનિ’ સિવાયના બાર અર્થ એમને લાગુ પડતા હોવાથી પણ એઓશ્રી ‘ભગવાન’ છે.
અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોંત્રીસ અતિશયોથી પ્રભાવક, મહિમાવંત, પાંત્રીસ ગુણ અલંકૃત વાણીથી તીર્થસ્થાપક તીર્થંકર, મોક્ષમાર્ગ-પ્રરૂપક મોક્ષ પ્રદાયક; જાગતિક પ્રાકૃતિકબળ નિયામક જગદ્ગુરુ જગદીશ હોવાથી પણ આપ સુપાર્શ્વનાથ ‘ભગવાન’ છો.
ઈન્દ્રિયજયથી તો જિન છે જ પરંતુ સર્વ અંતરંગ દુશ્મનોને જીતી લીધાં હોવાથી આશ્રિતને પણ જીતાડનારા હોવાથી શક્રસ્તવમાં જણાવ્યા મુજબ જિણાણું જાવયાણં એવા ‘જિન’ શ્રી સુપાર્શ્વદેવ છે.
આપ ‘અરિહા’ એટલે અર્હત્ છો. અર્થાત્ પૂજ્ય છો. આપ રાગદ્વેષ રહિત વીતરાગ થઈ ગયા છો. તેથી જ પુદ્ગલ પરમાણુ કે જેનો
ગુરુત્તમ અહંકારથી સંસાર ઊભો થાય છે. લઘુત્તમ અહંકારથી મોક્ષે જવાય છે.