________________
245
- હૃદય નયન નિહાળે જગધણી
દેહ બનેલો છે તે પણ ચિકાશ નીકળી જતાં પિંડ-સ્વરૂપ ન રહેતાં વિખરાઈ જનારા પુદ્ગલ પરમાણુઓનો લોટ જેવો સમુહ થઈ જાય છે. દેવના વાસથી દેહ દેવાલય એટલે કે “શિવ' ના વાસથી શિવાલય બની જતાં દેવની જેમ દેહ પણ વંદનીય, પૂજ્ય બની જાય છે. માટે જ સુપાર્શ્વનાથ અરિહા-અહે–અર્વત્ છે. અરિહાના પાઠાંતરે અરિહંત શબ્દ લઈ વિચારણા કરીએ તો અરિ એટલે શત્રુ કે જે આત્માના વિરોધી એવા કર્મો જે દુશ્મન છે; તે બધાંય અરિને હણી નાખ્યા છે તે “અરિહન્ત’ છે. વળી તે દુશ્મનને, એવા તો, હણી નાખ્યા છે કે, તે ફરી ઊગી નહિ શકે, ઊભા ન થઈ શકે તેવા નિર્બેજ થઈ ગયા છે. માટે સુપાર્થ ભગવાન
અરુહા” પણ છે. સંસારમાં પાછા ફરવાપણું અને જન્મ ધારણ કરવાપણું નથી માટે આપ “અરુહા છો. •
આપ સ્વયં તરેલા એટલે કે ભવસાગર પાર ઉતરેલા છો. વળી તરવાનો મારગ બતાવી તારનારા હોવાથી “તરણતારણહાર-તિનાણું તારયાણ” છો ! આમ આપ સ્વયં તીર્થસ્વરૂપ છો. એટલાથી જ આપને સંતોષ નથી. આપ તો “સવિ જીવ કરું શાસન રસી” – “આખા વિશ્વનું મંગળ થાઓ! સર્વે જીવો મોક્ષે જાઓ!” ની ભાવના આપના ભીતરમાંથી ઉભરાઈ હતી. તેથી જ તારક તત્ત્વનો પ્રવાહ વહેતો રહે એ હેતુથી શ્રમણ-શ્રમણી-શ્રાવક-શ્રાવિકા યુક્ત શ્રેયસ્કર શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ-તીર્થની આપના વડે સ્થાપના થાય છે. આ તીર્થથી પણ આપની સાક્ષાત્ ઉપસ્થિતિમાં, જેવી સમ્યકત્વ, સર્વજ્ઞત્વ, સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે તેવી પ્રાપ્તિ આપની ગેરહાજરીમાં પણ થતી રહે છે. આવા તારક તીર્થના આપ આદ્ય સ્થાપક હોવાથી, તીર્થને પ્રવર્તાવનાર, તીર્થના કરનારા હોવાથી આપ સુપાર્શ્વનાથ “તિર્થંકરૂં” છો !
જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. •