________________
231
- હૃદય નયન નિહાળે જગધણી
7
શ્રી સુપાર્શ્વ જન સ્તવન
રાગ : સારંગ, મલ્હાર . લલનાની દેશી
શ્રી સુપાસ જિન વંદીએ, સુખ-સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ જિન વંદીએ.
(ટક) ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ, લલના સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસવર શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન, લલના જિન અરિહા તિર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. શ્રી સુપાસ૦૩ અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિસરામ, લલના; અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ૦૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરદંશા, રહિત અબાધિત યોગ, લલના. શ્રી સુપાસ૦૫ પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ૦૬
ચિંતા કરતાં આવડે છે પણ ચિંતન કરતાં નથી આવડતું.