________________
115
હૃદય નયન નિહાળે જગધણી
5
ઉપાદાન કારણ ભવ્ય જીવ પોતે જ છે. અપેક્ષા કારણ પૂર્વપુણ્યે મળેલાં હોય છે. નિમિત્ત કારણ પૂર્વપુણ્યે કરી આવી મળે છે કે પછી સ્વપુરુષાર્થે મેળવવા પડે છે. આ બધાં કારણો-સાધનો મળ્યાં છતાં પરંપરકારણ અને અનંતર અસાધારણ કારણ એટલે કે મોક્ષની તીવ્ર રૂચિ અને ઉપયોગનું શુદ્ધિકરણ આત્માના પોતા વડે સેવાતું નથી, તો પણ આત્મા એના પરમ આત્મસ્વરૂપને પામતો નથી.
પરમાર્થથી આત્મા પોતાની રૂચિને ભજે છે અને નહિ કે પરમાત્માને. આત્માની મુક્તિનું કારણ પરમાત્મા છે, માટે પરમાત્માને ભજે છે. વાસ્તવિક તો ઉપાદાનકારણ એવા આત્માને સ્વયંને મુક્ત થવાની એટલે કે પરમાત્મા બનવાની ઇચ્છા છે-રૂચિ છે-તમન્ના છે.
પરમાત્મા નિમિત્તકારણ છે અને અત્યંતરમાં-અંતરમાં મોક્ષની તીવ્ર રૂચિનો ગુણભાવ એ અસાધારણ કારણ છે; જ્યારે આત્મા પોતે કે જેમાં પરમાત્મા થવાની લાયકાત વિદ્યમાન છે, એવો ગુણી સ્વયં ઉપાદાન કારણ છે. તો વળી માનવભવ, પંચેન્દ્રિય-પરિપૂર્ણતા, સંક્ષિપણું, પ્રથમ સંઘયણ, કર્મભૂમિ, ચોથો આરો, આદિ અપેક્ષા-કારણ છે.
પરમાત્માની ભક્તિથી અંદર આપણા આત્મામાં સાચું પ્રતિબિંબ પડે છે, જે આપણું સ્વબિમ્બ અર્થાત્ આત્માનું પરમાત્મસ્વરૂપે પરિણમન હોય છે, જે આત્માના ઔયિકભાવને ક્ષાયોપશમિકમાં અને અંતે ક્ષાયિકભાવમાં પરિણમાવે છે.
ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે કારણતાના પ્રગટીકરણ વિના કાર્યસિદ્ધિ હોતી નથી અને કારણતાના પ્રગટીકરણ માટે નિમિત્તકારણ હોવુ જરૂરી છે. આમાં કોઈ વાદવિવાદને સ્થાન નથી. કારણસેવન વિના
સંસારનું ઘર કષાયભાવ. આત્માનું ઘર ઉપશમભાવ.