________________
શ્રી અભિનંદન સ્વામીજી
128
આ આવા દેવદર્શન – દિવ્યદર્શન - સમ્યગ્દર્શન દુર્લભ છે. દરિસણ તરસ્યા, જ્યાં જ્યાં જઈને પ્યાસ છીપાવવાના પ્રયત્ન કરીએ છીએ, ત્યાં ત્યાં, તે તે મતના મહંતો પોતપોતાના જુદા જુદા મતનેદર્શનને આગળ કરીને, સહુ કોઈ “થાપે અહમેવ’-એટલે કે અમારો જ મત-અમારું જ દર્શન સારું એવો એકાંત સ્થાપે છે. “મારું એ જ સાચું એવો દુરાગ્રહ-કદાગ્રહ રાખે છે. એ તો આભિગ્રહિક મિથ્યાત્વ છે.
પ્રત્યક્ષ સાક્ષાત્ મહાવીરસ્વામી ભગવાનના દર્શન કરવા અને એમના જિનમત-દરિસણ-તત્ત્વદરિસણને પામવા અનાર્ય ભૂમિમાંથી મહામુશ્કેલીએ છટકીને આવેલા અભયકુમારના મિત્ર રાજકુંવર આર્દ્રકુમારને દરિસણ પામતા પહેલા, માર્ગમાં કંઈ કેટલાંય અંતરાયો જુદા-જુદા મતના આવ્યા હતા, તેનો અહીં દષ્ટાંતરૂપે વિચાર કરવા જેવો છે. સૂયગડાંગસૂત્રકૃતાંગ સૂત્રમાં એની વાત વિગતે વર્ણવી છે. પરંતુ સત્યની શોધમાં નીકળેલાં સત્યશોધકને એની સત્યની શોધમાં સહાયરૂપ થઈ, વિશાળ દૃષ્ટિ રાખી એ મહંતો એમ કહેતા નથી કે, મને જે મળ્યું છે અને હું જેને સત્ય માનીને એ સત્યના સમ્યમ્ માર્ગે ચાલી રહ્યો છું, તે આ છે અને એની ખૂબીઆવી-આવી છે એ જો! અને એ તને તારી બુદ્ધિથી યુક્તિયુક્ત લાગે અને હૃદયથી સ્વીકાર્ય હોય-સારું લાગતું હોય તો તું એને સ્વીકાર. “સાચું એ મારું !”ની મારાપણાની ભાવનાથી એને આદર! આવી સ્યાદ્વાદયુક્ત વિધ્યર્થ વીતરાગવાણી કોઈ ઉચ્ચારતું નથી પણ આજ્ઞાર્થ વાત કરે છે. જેની વાણીમાં નિરાગ્રહતા, વ્યાપકતા, વિશાળતા, અનેકાન્તતા, વીતરાગતા હોય તેનો માર્ગ વીતરાગતાનો હોય. આવી અનેકાન્તયુક્ત વીતરાગ વાણી દુર્લભ છે અને તેથી દેવ દર્શન પણ દુર્લભ છે. માટે દરિસણ તરસ્યાની તરસ છીપાતી નથી. કોઈ કોઈનું બાંધ્યું
મારા અજ્ઞાનને ઓળખવા જેટલું જ્ઞાન પણ મને નથી.