________________
79
હૃદય નયન નિહાળે જગધણી
3
શ્રી સંભવનાથ સ્તવન | રાગ : રામગિરિ ... “શતલી રમીને કિહાંથી આવી આ રે..” એ દેશી
સંભવદવ તે ધૂર સેવા સવે રે, લહી પ્રભુ-સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અંષ અખેદ. સંભવદેવ૦૧ ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવદેવ૦૨ ચરમાવરતે ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવદેવ૦૩ પરિચય પાતિક ઘાતક સાધશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવદેવ૦૪ કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સંભવદેવ૦૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચના રે, “આનંદઘન'રસ રૂપ. સંભવદેવ૦૬
વરસ્તુસ્થિતિને નહિ બદલીએ તો ચાલશે પણ આપણે મનઃસ્થિતિને તો બદલતા શીખવું પડશે.