________________
197
- હૃદય નયન નિહાળે જગધણી
6 શ્રી પદ્મપ્રભ જિન સ્તવને
| રાગ : મારુ તથા સિંધુઓ ... “ચાંદલીઆ, સંદેશો કહેજે મારા તને..” એ દેશી
પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત? " કરમ વિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમત. પદ્મપ્રભ૦૧ પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હો બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિવેદ. પદ્મભ૦૨ કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦૩ કારણ જોગે હો બાંધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦૪ યુજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્ત કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજસે રે, વાજસે મંગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, “આનંદઘન’ રસપૂર. પદ્મપ્રભ૦૬
મનોલય, વયનલય, કાયલયની શ્રેષ્ઠતા ઉપર મોક્ષમાર્ગ છૅ.