________________
શ્રી સુમતિનાથજી
166
છવાઈ ગયેલા છે. પ્રત્યેક પર્યાયમાં વિષમતા અનુભવાય છે. એનાથી જ તો આત્મા ઉપર રાગ-દ્વેષના સંસ્કારોના અનુબંધ અને અશુભકર્મોના બંધ પડે છે. એ કારણે જ જીવમાત્રનું સંસાર ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે. સંસારના વિષ-ચક્રને સ્થાને ધર્મચક્ર ચલાવવાનું છે અને અમૃતચક્રમાં પ્રવેશ કરવાનો છે. વિષમતારૂપ અંધકારને આત્માના સમતાગુણરૂપી સૂર્યથી દૂર કરવાના છે. સમરૂપતા-સામાયિકતા-વીતરાગતા એ આત્માનું મૌલિક સ્વરૂપ છે. માટે જ સમભાવથી ભાવિત એવા સામાયિકની સાધના કરવાની છે, જેથી સ્વમાં રહીને સ્વમય બનીને સમયસાર થવાય. સામાયિકતા એટલે અવિભાજ્ય સૂક્ષ્મ એવા એક સમયની સૂક્ષ્મ વર્તનાવર્તમાનતા. સૂક્ષ્મ એક સમય જ વર્તમાન છે. એ વર્તમાનમાં જ વર્તવું અર્થાત્ રહેવું તે સામાયિકતા છે. ‘વર્તમાનમાં વર્તના’ એટલે પ્રતિ-સમયે જે બને કે જે આવે તેનો સહજભાવે સમભાવે વિકલ્પ વિના સ્વીકાર. ન ભૂતકાળની વિચારણા કે ન ભાવિની ચિંતવના એ વર્તમાનમાં વર્તના છે. વર્તમાનને રોળી કે ઢોળી નથી નાખવાનો પણ વર્તમાનમાં વર્તીને ભૂત-ભવિષ્યકાળનો ખાતમો બોલાવી કાલાતીત થવાનું છે. ભૂતકાળમાં બંધાયેલ કર્મોની વર્તમાનમાં વર્તનાથી નિર્જરા કરવાની છે અને સંવરમાં રહી ભવાંત સાધવાનો છે. આ શુદ્ધ ઋજુસૂત્રનય સંમત અર્થ-પર્યાય છે.
“ભગવઇ અંગે ભાખિયો, સામાયિક અર્થ; સામાયિક તે આતમા, ધારો સૂધો અર્થ.’’
- મહામહોપાધ્યાયજી સવાસો ગાથાં સ્તવન. ઢાળ-૩ સમભાવથી ભાવિતતા તે સામાયિક છે અને તે જ આત્મા છે. બાકી શુભાશુભભાવો, એ અધ્યાત્મ-શૈલિમાં અનાત્મા છે. કારણ કે તે ભાવો શુદ્ધસ્વરૂપી સિદ્ધ પરમાત્મામાં વિદ્યમાન નથી. પરંતુ સાધકને સાધનાની
ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા સહ ભગવાનને શાસનપતિ-શાસનસ્થાપક તરીકેના સ્વીકારથી ભગવાનની અસીમ કૃપા-ઉપકૃતતા મનમાં વસશે.