________________
143 : હૃદય નયન નિહાળે જગધણી
થવાનો, વીતરાગ માર્ગ હોવાથી એ કાંઈ મત-પંથના પાંજરામાં પૂરાય કે કાંઈ વાડામાં બંધાય એવો નથી. સ્વાનુભૂતિ સંપન્ન નિગ્રંથ જ્ઞાની ગુરુ જે સાચા ચિકિત્સક ધનવંતરી વૈદ્ય છે એ ન મળે કે પછી સ્વ આત્મબળે સ્વાનુભૂતિ-સંપન્ન ન થાય ત્યાં સુધી આત્માનું આરોગ્ય-બોધિલાભ અત્યંત દુષ્કર છે.
આત્મજ્ઞાની સત્ પુરુષના અભાવમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ફક્ત સ્વભાવના સંસ્કારી જીવોને પ્રાપ્ત થાય છે. પૂર્વભવમાં આત્મયોગ સાધ્યો હોય તેવા આત્માઓને થાય છે. પૂર્વભવમાં સજીવનમૂર્તિના યોગમાં જેમણે બીજજ્ઞાન મેળવેલું હોય તેવા જીવોને થાય છે. પ્રાપ્ત કરેલ બીજજ્ઞાન નિષ્ફળ જતું નથી. કોઈ ને કોઈ ભવમાં એ ઊગી નીકળે છે. સ્વભાવદશામાં જેના ચરણ મંડાયેલ છે એવા, સત્યના પૂજારી, સત્યશોધક સાધકો અને એમના સત્ય સ્વરૂપનું નિરૂપણ કરનારા, સશાસ્ત્રો નહિ મળે ત્યાં સુધી એ સમ્યગ્રુતના આલંબન વિના મતિ વિકસિત થઈ, અવિકારી બની નિર્મળ સન્મતિ પ્રજ્ઞા રૂપે પલોટાય એમ નથી અને આચારાંગ સૂત્રમાં ‘તદિઠ્ઠી” પદ આવે છે કે જેના સીધી રીતે નીચે જણાવેલા, ત્રણ અર્થ નીકળે છે, તેની ઉપલબ્ધિ થાય નહિ. (૧) શિષ્ય માટે તદિઠ્ઠી એટલે કે ગુરૂની દૃષ્ટિ! શિષ્ય પોતાની દૃષ્ટિએ શાસ્ત્ર તરફ નહિ જોતા માત્ર ગુરૂની દષ્ટિએ જ જોવાનું ! શાસ્ત્રોના સૂત્રોનું સમીકરણ માત્ર ગુરૂ જ ઉકેલી શકે-ખોલી શકે! (૨) સ્વયં ગુરુને માટે તદ્દષ્ટિનો અર્થ છે શાસ્ત્રની દૃષ્ટિ-શાસ્ત્રચક્ષુ શાસ્ત્રને આગળ કરીને શાસ્ત્રાનુસારે જ ચરણના મંડાણ-પગરણ થાય ! અને (૩) શાસ્ત્રષ્ટિ અર્થાત્ શાસ્ત્રચક્ષુ એટલે વીતરાગ દૃષ્ટિ! માત્ર વીતરાગતા અને વીતરાગતાની ઉપલબ્ધિનું જ લક્ષ્યાં ઊંચું નિશાન સાધકે તો પરમધ્યેયને પમાડનારા, પરમશ્રદ્ધેય, પરમઆરાધ્ય પરમપ્રિયની આંખોમાં આંખો પરોવીને જ, એના ચિંધ્યા માર્ગે વિચરણ
મિથ્યાત્વ કે કષાયની મંદતા નિરનુબંઘ નહિ પણ જો સાનુબંઘ થાય તો વિકાસ સઘાય.