________________
111
હૃદય નયન નિહાળે જગધણી 卐
પ્રોત્સાહિત કરે છે. છતાંય ભૂલચૂકથી, જાણેઅજાણે, મોહવશ, અજ્ઞાનવશ, પૂર્વકૃતકર્મપ્રેરીત કદાચ અસત્કાર્ય થઈ જાય અને તેના અશુભપરિણામને ભોગવવાનું આવે ત્યારે ભવિતવ્યતાનું આલંબન લઈ ‘મારા જ કર્યા મારી આડે આવ્યા છે’’ અને જ્ઞાનીના જ્ઞાનમાં જોવાયું હતું તે જ બન્યું છે' એવા ભાવથી સમભાવે તેનો સ્વીકાર કરીને નિકાલ કર ! જાતને જ દોષિત ઠરાવી જગતને નિર્દોષ જોવાપૂર્વક જગતઋણથી છૂટા પડતાં જવાનું છે. આ સ્વીકાર એ ભવિતવ્યતા છે અને સમભાવે નિકાલ તે પુરુષાર્થ છે. આમ ભવિતવ્યતાના આલંબને નબળા નથી બનવાનું પણ સબળા બનવાનો પુરુષાર્થ કરવાનો છે. કરવા ટાણે સારું કરવાનો પુરુષાર્થ અને કર્યા પછી કર્યાના પરિણામનો સ્વીકાર અને સમભાવે નિકાલનો પુરુષાર્થ ખેડવાનો છે.
જ
હવે કારણ સેવ્યા વિના જ જો કાર્યસિદ્ધિ કરવાની ઇચ્છા રાખીએ, તો તે નિજ મત એટલે કે પોતાની મતિ-બુદ્ધિનો ઉન્માદ છે. તેમ આગળ જણાવ્યા મુજબ કારણ-સાધન મળવા છતાં સાધન વડે સાધના કરી સિદ્ધિ મેળવતો નથી, તો તે મૂર્ખામી છે - અપાત્રતા છે. એવા અપાત્ર પાસેથી પછી સાધન છીનવાય જાય છે અને ફરી સાધન મળવાં દુર્લભ થઈ પડે છે. સાધનમાં સાધ્યબુદ્ધિ કરી સાધનમાં અટકી જનારને પણ સિદ્ધિ સાંપડતી નથી. એ જ પ્રમાણે યોગ્ય ભૂમિકાને પામ્યા પહેલાં સાધ્યમાં સાધનબુદ્ધિની ઉતાવળ કરનાર પણ કાર્યસિદ્ધિ કરી શકતો નથી.
આત્માએ જે જે કર્મો બાંધ્યા છે, તેને અનુરૂપ ભવિતવ્યતાથી સંયોગો સર્જાશે. આ ત્રિકાલાબાધિત સત્ય છે. આત્માએ જો મોક્ષમુક્તિકાર્ય સાધવું હોય તો બંધાયેલ કર્મોને ખાલી કરવા પડશે. એ માટે નવા કર્મોને આવતા અટકાવવા પડશે. આશ્રવનિરોધ માટે સંવર સાધવો
રાગ એ વિકાર છે અને જ્ઞાન એ સ્વરૂપ છે. વિકારમાં દુઃખ જ હોય. સુખ લાગે છે તે મૂઢતા છે.