________________
શ્રી સુપાર્શ્વનાથજી
266
એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર, લલના. શ્રી સુપાસ૮૮
પાઠાંતર : “એમ” ના બદલે “આઇ”, “જેના બદલે “જેહ” એવો પાઠફેર છે.
શબ્દાર્થ ? આવી રીતે શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર ભગવંત એકથી અધિક અનેક- ઘણાં ઘણાં, અભિધા એટલે નામ-વિશેષણ અર્થાત્ નામાભિધાનને ધરાવનારા છે. એ બધાં ગુણવાચક નામો છે, જેનો વિચાર એટલે કે અર્થ-ભાવ અનુભવગમ્ય છે. અર્થાત્ એ નામોને એમાં રહેલ ભાવોના અનુભવનથી જ વિચારી-સમજી શકાય એમ છે.
જે કોઈ તેહને જાણે છે, સમજે છે અને ચરિતાર્થ કરે છે તે આનંદના નક્કર (ધન) સમુહ એટલે કે સુખકંદનું પોતાનામાં અવતરણઅનુભવન કરે છે અને આવા ગુણોથી પૂર્ણ તે વ્યક્તિવિશેષ તે જૈનશાસનમાં ઈશ્વર મનાયેલ છે. એવા ઈશ્વર સ્વરૂપ શ્રી સુપાર્શ્વ જિનને અમારું નિજ
સ્વરૂપ પ્રગટાવવાના હેતુથી અમે સમર્પિત થવાપૂર્વક વંદીએ છીએ !! - લક્ષ્યાર્થ-વિવેચન : કવિવર્ય યોગીરાજ ગાથા ત્રણથી કલ્યાણ કરનાર “શિવ' નામથી, નામ સ્તવના-ગુણ સ્તવનાનો પ્રારંભ કરી, પીસ્તાલીસ પીસ્તાલીસ ગુણનામોથી સુપાર્શ્વનાથ પ્રભુની બિરુદાવલી ગાતા ગાતા, ઠેઠ સાતમી ગાથામાં કલ્યાણ પ્રાપ્તિ “મુક્તિ પરમપદ સાથ” ના ગુણનામના હૃદયોદ્ગાર સહિત ગુણસ્તવના સમાપ્ત કરીને સુપાસજિનને ૪૫ નામથી વંદના કરે છે. આમ હરિ તારા હજાર નામની ઉક્તિને સાર્થક કરે છે. પૂ.આ.શ્રી. સિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત શ્રી વર્ધમાન શકસ્તવમાં ૨૭૩ ગુણવાચક નામથી શ્રી મહાવીર પરમાત્માની સ્તવના કરવામાં
ઘર્મ ક્રિયા નથી પણ રૂચિ મોક્ષની છે તો ત્યાં મોક્ષમાર્ગ છે કારણકે રાગાદિ પરિણમનની હાનિ છે.