________________
299
હૃદય નયન નિહાળે જગધણી 出
એકલવ્ય બનાવી દેતી હોય છે જ્યારે મુક્તિ પ્રતિની ગતિમાં શબ્દવેધ શરસંધાન કરનાર સવ્યસાચી અર્જુન બનાવી દેતી હોય છે. એથી જ એક જ્ઞાની ભક્તયોગી જણાવે છે...
“ભગવાનમાં તિ, આપે પરમગતિ; ભગવાનથી પ્રીત, એની જગમાં જીત.’’
દર્શન એ જોડાણ છે, ભક્તિ એ સંધાણ છે અને ચારિત્ર એ અભેદતા છે. ભગવાનની ભક્તિ આપે ભવમુક્તિ કેમકે ભગવાનની કરુણા બનાવે સંસારના પરોણા.’'
ભક્તિમાં નમ્ર બનાય છે, લઘુ થવાય છે, અહમ્ (અહંકાર)ને અર્હમમાં ઓગાળાય છે અને નિરહંકારી થવાય છે.
“દાસોઽહમ્ ! દાસોહમ્ ! દાસોઽહમ્ !’” ના રુદને “તે જ તું ! તે જ તું ! તે જ તું !'' ‘તત્ ત્વઽસિ' ‘‘એ જ હું ! એ જ હું ! એ જ હું !'' ‘‘સોડમ્ ! સોડદમ્ ! સોડમ્ !'' નો બ્રહ્મનાદઅંતરનાદ-અનાહતનાદ ગુંજી ઉઠે છે.
અહમ્ સોહમ્ એટલે કે સ્વરૂપને તિરોહિત કરેલ છે. અર્હમ્ના બ્રહ્મનાદના ઘોષનાદથી તિરોહિત પામેલ સોઽહમ્મ્નું પ્રગટીકરણ થાય છે.
સોડહને દબાવનારો અહમ્ જ સમવસરણસ્થિત અર્હમ્ના અર્હમ્ એશ્વર્યથી આકર્ષિત થઇ, એમાં ઓગળી જઈ, ઓતપ્રોત થઈ, વિલીન થઈ જઈને સોડહરૂપે સોહે છે.
અહમ્માંથી નિષ્પાદિત ઈર્ષા જે સર્વઘાતક હતી તે સોઽહરૂપે સર્વાકારરૂપ ધારણ કરે છે. જીવમાત્ર સિદ્ધસ્વરૂપી જણાય છે. એટલું જ
વ્યવહારઘર્મ કરતી વખતે મન મૂકીને ન્યોચ્છાવર થઈ ભક્તિ-ઉપાસના કરો.