________________
શ્રી સુવિધિનાથજી
342
કરુણાએ સ્વયં નિષ્કલંક બની, સકલ સૃષ્ટિને મુજ વિષે પ્રતિબિંબી, તુજ સમ સ્વયં ચિદાદર્શ બનું ! આ છે દર્પણપૂજાની ભાવના અને દર્પણપૂજાનું રહસ્ય !
ઘંટારવ : ઘંટારવનું રહસ્યોદ્ઘાટન કરતો શ્લોક છે કે...
“आगमार्थ तु देवानां गमनार्थ तु राक्षसाम् । कुर्वे घंटारवं तत्र देवताह्वान लक्षणम् ॥”
દિવ્યશક્તિઓને આવકારવા અને દુષ્ટ તત્ત્વોને ભગાડવા દેવતાઓને આવ્યાન કરવારૂપ ઘંટારવ કરું છું.
પ્રભુ તારી વાણી સર્વ કલ્યાણકારી સ્યાદ્વાદવાણી-વીતરાગવાણી છે. અમારી રાગીની રાગવાણી છે. તારા પ્રભાવે તે સમ્યગ્ બની રહો, લોક હિતકારી બનો અને અમારા વર્તુળમાં આવકાર્ય થાઓ !
ૐ હ્રીઁ અર્થ શ્રી બ્રહ્મનાવાય નમઃ ।।'' “r ૐ હ્રીઁ શવ્વાક્ષરબ્રહ્માય નમઃ ।''
ઘંટારવમાં ધ્વનિનો રણકાર અને ધ્વનિની વ્યાપકતા છે જે જીવનને રણકતું ધબકતું અને ગુણસુવાસથી વ્યાપક બનાવવાનો સંદેશ આપે છે. આવી અષ્ટપ્રકારી પૂજાના પ્રારંભમાં નીચે મુજબની પ્રાર્થના કરી શકાય કે...
હે દેવાધિદેવ ! ત્રણ લોકના નાથ, ત્રિભુવનપતિ, ત્રિભુવનનાયક, ધર્મનાયક, ધર્મચક્રવર્તી સર્વ અંતરંગ દુશ્મનોને હણી, કષાયોને જીતી, ઇન્દ્રિયોનું દમન કરી, રાગ અને દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરી, વીતરાગ; .
નીતરાગ અને સર્વજ્ઞ સ્વરૂપની પ્રતીતિ કરો અને ખુમારી રાખો. ખુમારી ન રાખશો તો ખુવાર થશો.