________________
શ્રી સુમતિનાથજી
168
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
સોમી ઓળીના સોમા દિવસે; ગુરુ, શિષ્યને આયંબિલનું પચ્ચખાણ નહિ આપતા નવકારશીનું પચ્ચખાણ આપે અને ત્યારે મોઢાના હાવભાવ જરાય બગાડ્યા વિના શિષ્ય “તહત્તિ' કહીને ગુર્વાજ્ઞા શિરસાવંદ્ય કરે, ત્યારે સમજવું કે શિષ્ય ગુરુને પૂરેપૂરો સમર્પિત છે. યોગીરાજજીને આવી આતમ અરપણા ઈચ્છિત છે. .
સત્ય-શોધક સાધકને સમ્યક્તની પ્રાપ્તિ અર્થે પ્રભુના ચરણકમળમાં આત્માર્પણ કરવાથી મતિનું તર્પણ થાય છે. એ શિષ્ટજન સંમત માર્ગ છે. કારણ કે બુદ્ધિની તીણતા કે બુદ્ધિની વૃદ્ધિથી નહિ પણ બુદ્ધિની શુદ્ધિથી હદય કુણ-કોમળ બને છે અને વિવેક જાગૃત થાય છે તથા સન્માર્ગની સમજ આવે છે કે જેના વડે સન્માર્ગે ચાલીને સત્વને પામી શકાય છે. મન સુમન બની અમન એટલે ઈચ્છારહિત અને વિચારરહિતનિર્વિકલ્પ બને છે. બુદ્ધિ પ્રાજ્ઞ બની સર્વજ્ઞ થાય છે. સંબુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. ચિત્ત સ્થિર થઈ ચિરૂપે પરિણમે છે. અર્થાત્ ચિત્ત જે દર્શનોપયોગને જ્ઞાનોપયોગરૂપ અસ્થિર – વિનાશી હોય છે તે સ્થિરઅવિનાશી થાય છે. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગની સ્થિરતાઅવિનાશીતા-ઉપયોગવંતતા છે તે ચિત્ છે. અહંકાર જે વ્યાકુળ બનાવનારો અવળો હુંકાર હતો તેં સવળો હુંકાર થતા સોડકાર બની સુખકરસુખદાયી-આનંદદાયી બને છે-નિરાકુળ બને છે. વ્યગ્રતા એકાગ્રતાથી સમગ્રતામાં અને અલ્પતા, અનંતતામાં પરિણમે છે.
અજ્ઞાન પરપદાર્થમાં સુખ બતાડે સમજાવે, જ્યારે અવિરતિ પરપદાર્થમાં સુખ લગાડે-ગમાડે.