________________
શ્રી સુમતિનાથજી , 164
જે મતિ અજ્ઞાન છે, તેને સમ્યગ મતિજ્ઞાનરૂપે પરિણાવવા દ્વારા એનું ‘તરપણ' કરવાનું છે. અર્થાત્ અન્નમાંથી પ્રાજ્ઞ થઈ બુદ્ધિને સુબુદ્ધિ-સમ્બુદ્ધિ બનાવવા દ્વારા સંતુષ્ટ કરવાની છે. નિઃશંક બનવાનું છે એ માટે બહુસંમત એટલે કે બહુજનોને કે મહાજનોને જે માન્ય છે-સ્વીકાર્ય છે, એવી દાર્શનિક આત્મા-પરમાત્મા વિષેની વિચારણાઓને જાણી લેવાની છે એટલે કે અભ્યાસ કરી સમજી લેવાની છે. ત્યાર પછી સુવિચાર એટલે કે સવિચારથી હેય, બ્રેય અને ઉપાદેયમાં એનું વિભાજન કરી, ઉપાદેય એટલે કે ઉપેયની પ્રાપ્તિ કેમ થાય તે માટેના ઉપાયનો નિર્ણય કરવાનો છે. એ નિર્ણિત ઉપાદેય-તત્ત્વની પ્રાપ્તિ માટે પોતાની ઉપાદાન-શક્તિને નિમિત્તનું પ્રદાન કરવાનું છે. એ નિમિત્તકારણરૂપે સમર્થ દેવ-ગુરુ મળી જતા એમના ચરણમાં આત્મસમર્પણ કરી દઈ, એમની આજ્ઞાને “તહત્તિ” કરીને આજ્ઞાંકિતપણે મન-વચન-કાયયોગનું સભ્ય પ્રવર્તન કરવાનું છે. પ્રાપ્ત સુયોગ્ય નિમિત્તને સમર્પિત થઈને રહેવાથી નિમિત્તમાં નિમિત્તકરણતા પ્રગટે છે. આવા નિમિત્તકારણરૂપે પ્રાપ્ત થયેલ દેવગુરુને સમર્પિત થવાથી આત્માની ઉપાદાન શક્તિ, ક્રમે ક્રમે કાર્યાન્વિત થઈને અભિવ્યક્ત થાય છે. અને એ જ ઉપાદાનમાં કારણતાનું પ્રદાન કરવાપણું છે. આ તૈયાર થયેલું ઉપાદાન-કારણ જ સ્વયંના સમ્યમ્ પુરુષાર્થથી કાર્યરૂપે પરિણમે છે. એ આતમરૂપણ છે એટલે કે આત્માનું એના પરમાત્મસ્વરૂપમાં પરિણમન છે. આ રીતે આતમ અરપણાના પાઠાંતરે આતમરૂપણ શબ્દપ્રયોગનું પણ આગવું માહાભ્ય છે. ઉપાદેયની ઉપાદેયતા ઉપેયને પમાડે છે. સામાન્યથી નિમિત્તકારણ જેટલું પુષ્ટ તેટલું ઉપાદાનકારણ પુષ્ટ બને જે શીધ્ર કાર્યસિદ્ધિને પમાડે. અર્થાત્ સ્વયંનું જ ઉપાદાન ઉપેયરૂપે પરિણમે છે.
જ્ઞાન શક્તિ રૂપે ઓળખાય છે પણ જ્ઞાન સરૂપ છે અને એમાંથી જ્ઞાનાનંદસ નિષ્પન્ન થાય છે, તેની જાણ નથી.