________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી કે
208
બદલે સંત બહુને બદલે બીહુ; હો ને બદલે હો બે એવો પાઠ ફરક છે.
શબ્દાર્થ : ૧) પઈ એટલે પ્રકૃતિ. કર્મબંધના ચાર પ્રકાર પૈકી પ્રથમ પ્રકૃતિબંધ છે. બંધાયેલ કર્મ શું ફળ આપશે, તે કર્મનો સ્વભાવ જેમાં નક્કી થાય છે તે પ્રકૃતિબંધ છે. કર્મફળ કેવું હશે એ આ પ્રકૃતિબંધથી નક્કી થાય છે. Nature.
૨) ઠિઈ એટલે થિતિ-સ્થિતિ. બંધાયેલું કર્મ બંધાયા પછી કેટલો કાળ સત્તામાં રહેશે તેનું કાળમાન નક્કી કરનાર Time બંધ તે સ્થિતિબંધ છે.
૩) અણુભાગ એશ્લે અનુભાગ અર્થાત્ રસ-કર્મફળની તીવ્રતા. કર્મફળ કેટલું હશે, તેની પ્રબળતા Intensity-Power નક્કી કરનાર આ ત્રીજા પ્રકારનો અનુભાગબંધ-રસબંધ છે.
( ૪) પ્રદેશબંધ એ ચોથા પ્રકારનો બંધ છે જે નક્કી કરે છે કે કેટલા પ્રમાણમાં-જથ્થામાં કાર્મણવર્ગણા-પુલપરમાણુ ગ્રહણ કરીને બાંધ્યા છે તે ઉuantum નક્કી કરે છે.
કર્મબંધના આવા ચાર, પ્રકાર પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધ છે, તો એ કર્મો પાછા મૂળ એટલે મુખ્ય અને ઉત્તર એટલે પેટાભેદ બહુ બહુ પ્રકારના છે. કર્મના મૂળ આઠ ભેદ છે. એ આઠ કર્મોના ઘાતી અને અઘાતી એમ બે ભેદ હોય છે. એ મૂળ કર્મોના ઉત્તરભેદ-પેટાભેદ કુલ મળી ૧૫૮ છે.
મૂળ આઠ કર્મો પૈકીના જે ચાર કર્મો ૧) જ્ઞાનાવરણીય ૨) દર્શનાવરણીય ૩) મોહનીય અને ૪) અંતરાય કર્મ છે; તે આત્માના પરમાત્મ-સ્વરૂપનો ઘાત કરનાર હોવાથી એને ઘાતકર્મ કહેવાય છે.
ઘર્મની ઓળખ ભેદથી થાય પણ ઘર્મની પ્રાપ્તિ અભેદથી થાય.