________________
શ્રી અભિનંદન સ્વામીજી , 134
પ્રવચનસારમાં ભગવાન કુંદકુંદાચાર્ય જણાવે છે...
जो झायइ अरिहंते दव्वगुणपज्जवंतेहि। सो जायइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ।। જે આત્મા શ્રી અરિહંત પરમાત્માનું દ્રવ્ય-ગુણ-પર્યાયથી સાચું ધ્યાન ધરે છે, તે આત્મામાંથી દર્શનમોહ દૂર થતાં તેને સાચું આત્મભાન થાય છે.
નવપદમાંના અરિહંતપદનો દુહો પણ આ વાતના સમર્થનમાં કહે
છે...
અરિહંત પદ ધ્યાતો થકો, દશ્વક ગુણ પજાય રે;
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. દર્શનથી દર્શન છે. શ્રી અભિનંદનના દરિસણથી આત્માને અભિનંદીત કરનારું આનંદ પમાડનારું સમ્યગ્દર્શન – આત્મદર્શન થાય છે.
પૂ. ક્ષમારતન-ખીમારતનજી પણ ગાય છે...
મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધાર રે, ધન્ય૦
આમ જોઈએ તો સાધારણ રીતે પહેલા, પ્રથમ તો પ્રભુનું દર્શન થવું જ અતિ મુશ્કેલ છે. સાક્ષાત્ સમવસરણમાં બિરાજમાન, અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોત્રીસ અતિશયોથી યુક્ત, મહિમાવંત પ્રભાવક, વાણીના પાંત્રીસ ગુણોથી અલંકૃત, સ્યાદ્વાદયુક્ત વીતરાગવાણીથી તીર્થસ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષપ્રદાયક, સમવસરણાધિપતિ, ભાવજિનેશ્વર, તીર્થકર ભગવંતના દર્શન જ જીવને દોહ્યલું છે. ભાવનિક્ષેપ
સમાઘિ આત્માનો શુદ્ધ સ્વચ્છ પર્યાય છે. એને કેમ બગાડાય ?