________________
135 ના હૃદય નયન નિહાળે જગધણી
તો દેવદર્શન દુર્લભ છે જ; પણ નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપે પણ બહુ પુણ્ય કેરા પુંજને પામ્યા પછી જ દેવદર્શન મળે છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા તો ભાવનિક્ષેપાને પામવાના કારણ છે. એ ત્રણ કારણનું સેવન થાય તો કાર્યરૂપ ભાવનિક્ષેપો મળે. શાસ્ત્રમાં ચાર નિક્ષેપા બતાવવામાં આવ્યા છે.
नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम्।
क्षेत्रे काले य सर्वस्मिन्नर्हतः समुपास्महे ।। સર્વ ક્ષેત્ર અને સર્વ કાલને વિષે નામ, સ્થાપના, દ્રધ્ય અને ભાવ નિપા વડે ત્રણે જગતના જીવોને પવિત્ર કરનાર અરિહંતોની અમે સારી રીતે ઉપાસના કરીએ છીએ. "
નિશ્ચયની વાતોને પ્રધાનતા આપનાર દિગંબર આમ્નાયના ધવલગ્રંથમાં તો ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે,
जिन बिंब दंसणेण णिधत्त णिकाचिदरस।
मिच्छतादि कम्म क्षय दंसणादो।। જિનેન્દ્ર ભગવાનના બિંબ-પ્રતિમાના દર્શનથી નિકાચિત અને નિધત્ત કર્મનો તેમજ મિથ્યાત્વાદિ કર્મોનો ક્ષય થાય છે.
પૂ. ઉદયરત્ન વિન્ઝાયજી પણ જણાવે છે કે, જેહને પ્રતિમાશું નહિ પ્રેમ, તે તો સમકિત પામે કેમ? પૂજા છે મુક્તિનો પંથ, નિત નિત ભાખે ઈમ ભગવંત.
ભૌતિક નુકસાન થતું હોય તો તે સહન કરી લેવું પણ
પરિણામ બગડતા હોય તો ત્યાંથી ખસી જવું.