________________
શ્રી શીતલનાથજી 354
અલગારી કવિશ્રી આનંદઘનજી મહારાજાએ નવમા સુવિવિધિજન સ્તવનામાં પ્રભુજીની નવાંગી પૂજાની સુવિધિથી પાઠકને માહિતગાર કર્યાં. હવે આ દશમા શીતલનાથ ભગવાનની સ્તવના દ્વારા શ્રી જિનેશ્વર તીર્થંકર ભગવંતની શીતળતા પ્રદાન કરનારી વાતોને તેઓશ્રી ગાઈ રહ્યા છે.
તીર્થંકર ભગવંત વીતરાગ છે. પ્રાપ્ત મન-વચન-કાયયોગ વડે કોઈ પણ જીવને કિંચિત્ માત્ર દુઃખ ન પહોંચે એવું એઓશ્રીનું યોગપ્રવર્તન છે. એઓશ્રી વીતરાગ છે. તેથી એઓશ્રીની વાણી વીતરાગવાણી છે. એ વીતરાગવાણી છે કારણ કે તે સ્યાદ્વાદ વાણી છે. એ મિથ્યાત્વને ટાળનારી, સમ્યક્ત્વને પમાડનારી અને મોક્ષને આપનારી ત્રિભંગી યુક્ત વાણી છે. એ વસ્તુમાત્રના સત્ય અને સંપૂર્ણ સ્વરૂપનો નિર્ણય કરનારી સ્યાદ્વાદવાણીવીતરાગવાણી છે. આવી ભવદુઃખ નિવારણ શીવસુખકારણ વાણી તે સર્વને આવકાર્ય અને સ્વીકાર્ય બને તે તદ્દન સ્વાભાવિક છે. શીતળતાને આપનારી શીતળ, મધુરી, પત્થરને પણ પીગળાવવાની શક્તિ ધરાવતા માલકોશ રાગમાં અપાતી, પાંત્રીસ ગુણોથી અલંકૃત યોજન-ગામિની ભવનિસ્તારણી જિનવાણી છે. તે પરમાત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવનારી છે, પરમાત્મ સ્વરૂપની ભૂખ ઉઘાડનારી છે. અને આવી પરમાત્મ સ્વરૂપને પમાડનારી અતિ-શીતળ પરમાત્મવાણીના આલંબને તે પરમાત્માની પૂજા કરવાની છે અને પૂજા કરતાં કરતાં પૂજકે સ્વયંના પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું છે.
પરમાત્મા બે પ્રકારના છે. સાકાર અને નિરાકાર. જેમણે ચારેય ઘાતીકર્મનો ક્ષય કર્યો છે એવા સશરીરી, અરિહંત, જિનેશ્વર, તીર્થંકર, પરમાત્મ્ય ભગવંત અને જેમણે આઠેય કર્મનો ક્ષય કર્યો છે એવા નિષ્કર્મા, નિરંજન, નિરાકાર, અશરીરી-અદેહી-અયોગી, અનામી-અરૂપી-અમૂર્ત
જૈનકૂળમાં મળેલ જન્મ કે જે સદ્ગતિ છે, તેને પરમગતિનું કારણ બનાવવાનું છે, નહિ કે દેવગતિનું !