________________
95
- હૃદય નયન નિહાળે જગધણી
* જે વ્યક્તિ ગમતી હોય છે, એની ઊજળી બાજુ-ગુણ જ દેખાતા હોય છે અને તે જ લક્ષમાં લેવાતા હોય છે. અણગમતી વ્યક્તિની ઊજળી બાજુ કે ગુણ દેખાતા પણ નથી અને લક્ષમાં પણ લેવાતા નથી. આ ગુણદર્શન અને ગુણ-અનુમોદન મનના સ્તર પર પેલી વ્યક્તિ ગમે છે તેના કારણે છે, માટે આ ગુણરૂચિ, ગુણ-અનુમોદના મનના સ્તર ઉપરનું રાગ પ્રેરિત થયું. આવી રૂચિ મનની પેલે પારની પરારૂચિ નથી બનતી કે જે પરમનું મિલન કરાવી આપે. મન સ્થિર થઈ જાય, બહાર નીકળી જાય અને અમનસ્કદશામાં જ્યાં માત્ર સ્વયંનુ જ અસ્તિત્વ રહે તેવી દશામાં ગુણરૂચિ થાય એ મહત્વનું છે. મન તો પરિવર્તનશીલ છે એટલે એના કોઈ ઠેકાણા નથી. આજે સારી લાગતી વ્યક્તિ કાલે ખરાબ લાગે અને ખરાબ લાગતી વ્યક્તિ પાછી સારી પણ લાગે. આના કારણે ગુણ પણ દોષરૂપ લેખાય યા તો ગુણની અવગણના કરાય અને તેનાથી વિપરીત પણ વિચારાય; જેવો જેવો ગમો અને જેવો જેવો અણગમો. મન જેમ પલટાય તેમ મનોવૃત્તિ મનનું વલણ પલટો ખાય છે. મનના સ્તરે અસ્થિરતા જ રહેવાની કેમકે મન માંકડું છે-ચંચળ છે. ગુણરૂચિ, જ્યારે પ્રમોદભાવનાની નિપજ હોય છે ત્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે અને ગુણ પ્રધાન બની જાય છે. ગુણરૂચિ, ગુણપક્ષપાત, ગુણબહુમાન, ગુણરાગ હોય છે, ત્યાં દૃષ્ટિરાગ-સ્નેહરાગ-કામરાગ નથી હોતાં અને ત્યારે વ્યક્તિ ભલે ને અજાણી કે વિરોધી દુશ્મન કેમ ન હોય પણ એના ગુણ જોવાય છે અને ગુણના વખાણ કરાય છે.
મોટામાં મોટો દોષ તો પોતાની જાતનું અજ્ઞાન જ છે જેને કવિશ્રીએ “દોષ અબોધ લખાવ'' થી પ્રબોધ્યો છે. ભય, દ્વેષ અને ખેદ એ ત્રણ દોષ તો આત્માની અબોધતાની જ પેદાશ છે. અબોધ એ જ
ન ઠરે અને ન ઠારે તે જણ નઠારો કે નિષ્ફર કહેવાય.