________________
255
હૃદય નયન નિહાળે જગધણી
કમ્રાનુસારે છે તેથી તરંગો છે. પ્રભુ નિર્વિકલ્પ છે તેથી એમને ક્રમસમુચ્ચયતા નથી પણ સમ સમુચ્ચયતા એટલે કે ll at time છે. બધું એક જ સમયમાં સામટે, એક સાથે, પૂર્ણપણે In totality સમગ્રપણે જણાઈ જાય છે અને દેખાઈ જાય છે. કલ્પનાનો-તરંગનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. વળી નિસ્તરંગ છે તેથી અકંપ છે. તરંગ છે. ત્યાં કંપન છે. વીતરાગતા છે, મદરહિતતા છે, કલ્પનાતીતતા છે અને જે જણાય છે તે પૂર્ણપણે જણાય છે; તેથી ગમો અણગમો એટલે કે રતિ-અરતિ નથી. જેને કોઈ પ્રત્યે રાગ પણ નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી અને જે પોતાના દેહના પણ દૃષ્ટા છે; તેને કોઈનો કશો ભય કેમ કરીને હોય?!! વળી જ્યાં રાગ નથી, રતિ-અરતિ નથી ત્યાં શોક શેનો હોય?!!
જેને વિકાર નથી, જેને આવરણ નથી તેને વેદન શુદ્ધ, સંપૂર્ણ, સ્થાયી અને સ્વાધીન હોય છે. ગુણોની વિકારીતાથી વિનાશીતા છે અને ગુણોની અવિકારીતાથી અવિનાશીતા છે.
જેણે દર્શનાવરણીયકર્મનો નાશ કરી નાખ્યો છે તેને નિદ્રા ક્યાંથી - હોય ?!! જ્યાં નિદ્રા જ નથી ત્યાં પછી તંદ્રા - આળસ કેવી રીતે હોઈ શકે ?!! એ તો પ્રકૃષ્ટ ચૈતન્યનો પૂંજ હોઈ, સ્વયં સ્કુરાયમાન, સદા પ્રફુલ્લિત જ હોય !!! આવા જે છે તે આધિ-વ્યાધિ-ઉપાધિની દૂરંદશાદૂર્દશા-બેહાલીથી તો રહિત હોય જ પણ આ તો સમાધિની પેલે પારની સમરૂપતામાં ઉજાગર, સ્વરૂપરમમાણ આતમરામ છે.
આવા જે નિરાવરણ, અવિકારી, સર્વ દોષ રહિત, સર્વગુણ સંપન્ન હોય તેમના યોગનું શેષ આયુષ્યકાળ પૂર્ણ થવા સુધી સહજ જ પ્રવર્તન હોય તેથી તે યોગ ન તો કોઈને બાધા પહોંચાડે કે ન તો કોઈથી બાધા
વિનાશી વીજ મળ્યાનો આનંદ વિનાશી હોય. અવિનાશી ચીજ મળ્યાનો આનંદ અવિનાશી હોય.