________________
શ્રી શીતલનાથજી
376.
પણ થયો. અહિંસા ધર્મ, જયણા ધર્મનો અપૂર્વ ધર્મલાભ પ્રાપ્ત થયો. એ અહિંસા ધર્મની પાલના માટે પંચ મહાવ્રતની પાલનારૂપ સર્વવિરતિ ધર્મ અને પાંચ અણુવ્રતની પાલનારૂપ દેશવિરતિ ધર્મની પ્રાપ્તિ થઈ. આ જ પરમકૃપાળુ દેવાધિદેવની પરમકૃપા-પરમકરુણા છે. “હે! કરુણાના કરનારા તારી કરૂણાનો કોઈ પાર નથી..”
શક્રસ્તવમાં પ્રભુની સ્તવના કરતાં ઈન્દ્ર પ્રભુજીને “અભયદયાણું, ચખુદયાણ, મગ્નદયાણ, શરણદયાણ, બોડિદયાણ” ના ઉપકારી વિશેષણથી નવાજી પ્રભુની કરુણા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
“તીક્ષણતા ગુણ ભાવે રે...” ભગવંતને તીક્ષ્ણતા, ગુણમાં અને ભાવમાં છે. આત્મજ્ઞાન થતાં તેઓ, પોતાના સ્વરૂપને વિશ્ય કરનાર, સ્વભાવને વિભાવમાં બદલનાર અને આત્મધર્મથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવનાર પર-જડ-વિનાશી-અસ્થિર-રૂપી પુદ્ગલો પ્રત્યે વૈરાગી બને છે. આ જડ વિનાશી. પુગલના સંયોગથી ક્યારે છૂટું અને મારા અવિનાશી શુદ્ધ ચૈતન્યદેવની પ્રાપ્તિ કેમ કરું? એવી ધારદાર તીણ આત્મચિંતવના પૂર્વકની જે આત્મજાગૃતિ અને સ્વરૂપ પ્રાગટ્યનો તલસાટ હોય છે, તે જ પ્રભુની ગુણ ભાવે તીક્ષણતા હોય છે. પોતાના જ્ઞાનાદિ સ્વરૂપગુણોનું ભાવન એવી રીતે કરે છે, જેથી ઉપયોગવીર્ય સૂક્ષ્મ-તીર્ણ થઈ કર્મને ખેરવી નાખે છે. અર્થાત્ ઉપસર્ગાદિ સમયે, દેહાદિ બાહ્ય પદાર્થોથી પર થઈ જઈને દેહભાન ભૂલી જઈ, ઉપયોગને ભીતરમાં લઈ જઈ, સ્વરૂપસ્થ કરી દે છે. તેથી જ કર્મો આત્મપ્રદેશથી નિર્જરી જાય છે-ખરી પડે છે. આ જ એમની તીક્ષ્ણતા છે અને તે જ તેમનું ખરું પરાક્રમ છે, જે એમને કાળ વિજેતા બનાવી, સ્વરૂપસ્થ બનાવી, સ્વરાજ અપાવે છે. ક્ષેત્ર વિજેતા બની પરરાજ્યને હાંસલ કરવા કરતાં કાળવિજેતા બની આતમરાજ
'હું પરમાત્મસ્વરૂપ છે અને કાયા એ મારી નથી તેથી કાયાની આળપંપાળ કરવી નથી.
આ સાધનાનો અર્ક છે.