________________
375 હૃદય નયન નિહાળે જગધણી
* “અભયદાન તિમ લક્ષણ કરુણા...” અથવા “અભયદાન તે મલ ક્ષય કરુણા...”
જન્મ-જરા-મૃત્યુના ભયથી સમસ્ત સંસારના સર્વ સંસારી જીવો ત્રસ્ત છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી સહુ કોઈ જીવ સંતપ્ત છે. એ જીવોને આત્માની અમરતા અને દેહની નશ્વરતા-ક્ષણભંગુરતાનો બોધ કરાવી દેહથી આત્મા ભિન્ન છે, તેની શાશ્વતતા સમજાવીને દેહ તાદામ્ય બુદ્ધિ છોડાવી આત્મભાવથી ભાવિત કરવા અને નિર્ભય બનાવવા; તે બોધિલાભપૂર્વક આત્માનું આરોગ્ય આપવારૂપ પ્રભુની કરુણા છે.
“મલ ક્ષય' શબ્દને લઈને અર્થઘટન કરીએ તો અન્ય જીવોને એમના જીવિતવ્યનું દાન દેવું, અહિંસાના પાલન દ્વારા પોતા તરફથી નિર્ભય બનાવવા અને પોતાના આત્મામાં અનાદિકાળથી રહેલા કર્મરૂપી મલ - કર્મકચરાનો ક્ષય કરવો તે પ્રભુની કરુણાનું લક્ષણ જાણવું. એ જ પ્રમાણે અન્યજીવોને એમની ભાવદયા ચિંતવી જ્ઞાનદાન – બોધિલાભ આપવા દ્વારા તારવા, તે માટે તીર્થની સ્થાપના કરવી, એ પણ પ્રભુજીની કરુણાની કૃતિ - ચિહ્ન - લક્ષણ છે. ' . '
દીક્ષા લેતાં પહેલાં એક વરસ સુધી રોજે-રોજ ૧ ક્રોડ ૮ લાખ સોનામહોરનું વરસીદાન આપવા દ્વારા જીવોની આ લોક સંબંધી દ્રવ્ય ચિંતા-ભય દૂર કરે છે અને ભવ્યત્વ નિશ્ચિત કરે છે, તે પણ પ્રભુની કરુણાને સૂચવે છે. અનાર્યોને પ્રભુની દેશનાનો લાભ મળતો નથી, તો તેઓ સભ્ય સમજથી વંચિત રહી સંસારમાં રખડે છે. આર્યભૂમિના આર્યો ભાગ્યશાળી છે કે એમની ઉપર કરુણાના સાગર, તરણતારણહાર, તારક, તીર્થકર ભગવંતોની કરૂણા ઉતરી અને તીર્થકર ભગવંતોનો પ્રત્યક્ષ યોગ થયો કે તારણહાર તારક તીર્થ-ચતુર્વિધ સંઘની ઉપલબ્ધિથી પરોક્ષ યોગ
જીવને પોતાની ચિંતા નથી અને મુક્તિની તાલાવેલી નથી, તેથી એ મોક્ષમાર્ગથી દૂર છે.