________________
29
હૃદય નયન નિહાળે જગધણી
" પ્રત્યેકનો આત્મા પરમાત્મા-સ્વરૂપ છે. તેથી જ તીર્થકર નિર્દિષ્ટ માર્ગે પોતાની વર્તમાન કર્યજનિત ઔદયિક-અવસ્થાનું શુદ્ધિકરણ કરીને પોતાના-પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી શકાય છે. માર્ગ બતાડનાર હોવાથી અને એ માર્ગે ચાલીને મુકામે એટલે કે મુક્તિધામે પહોંચાતું હોવાથી માર્ગદર્શક, તીર્થકર ભગવંત, જરૂર ઈશ્વર છે, તીર્થંકર નામકર્મના ઐશ્વર્યથી ય ઈશ્વર છે પણ તે કાંઈ જગતકર્તા ઈશ્વર નથી. તીર્થંકર ઉપદિષ્ટ માર્ગે તો પ્રત્યેક જીવે પોતે જ ચાલવાનું છે અને પોતાના પોતને એટલે કે પોતામાં અપ્રગટપણે રહેલ પોતાના પરમાત્મસ્વરૂપને પ્રગટાવીને અંતે મુકામે પહોંચવાનું છે. આત્મા સ્વયંભૂ છે માટે સ્વયંસિદ્ધ છે. એ કાંઈ પરમાત્માનો કે ઈશ્વરનો અંશ નથી પણ સ્વયં, પરમાત્મા છે. પૂર્ણ હોય તે પાછો અંશરૂપ કેમ થાય? હા! ખાબોચિયું સાગરમાં ભળી જાય તો સાગર થાય, તેમ અંશ જરૂર પ્રયત્નથી વિકસિત થઈને પૂર્ણ બની શકે છે.
જે ઈશ્વર-ભગવાન હોય તે તો દોષરહિત અને સર્વગુણસંપન્ન હોય, વીતરાગ હોય, પ્રેમ-સ્વરૂપ હોય, આનંદ-સ્વરૂપ હોય, સર્વનો જ્ઞાતા હોય, સર્વદર્શી હોય, સર્વશક્તિમાન હોય, નિત્ય, સ્થિર, અવિનાશી, અખંડ, અભંગ, અક્ષય, અજન્મા, અજરામર, અગુરુલઘુ, અવ્યય, અયુત, અક્રિય હોય. આવો જે દોષરહિત અક્રિય હોય તેને લીલા કરવી ઘટતી નથી. લીલા કરવી એ તો દોષમાં રાચવારૂપ દોષવિલાસ છે.
શ્રીયુત્ મો.ગી. કાપડિયાએ પાઠાંતરે લલક શબ્દથી આ કડીનું જે અર્થઘટન કર્યું છે તે દૃષ્ટિકોણથી અર્થઘટન કરીએ તો લીલા એટલે આત્મલીલા, આત્મક્રીડા, આત્મરમણતા, ચિદ્વિલાસ, સ્વરૂપ આ આત્મા છે, જે લક્ષમાં ન આવે એવો અલક્ષ-અલખ છે. એ અલખનું જો લક્ષ
પ્રાણ જાય તો ભલે જય પણ કોઈને માટે ખોટું વિયારું નહિ અને કોઈનું ખોટું કરું નહિ.