________________
શ્રી ઋષભદેવજી ,
30
બેસી જાય અને એનું જ લક્ષ રહે તો તે અનુભવગમ્ય હોવા છતાં પણ મનથી એટલે કે મતિજ્ઞાનના ઉપયોગ-સ્વરૂપ ભાવમનથી તેનો આશ્રય કરી શકાય એમ છે અને એનું લક્ષ બેસી જાય અને અલખ બની જવાય તો લાખો એટલે કે અગણિત, અનંત ઈચ્છા આશાઓ પૂરી થઈ જાય અર્થાત્ એનો અંત આવી જાય એમ છે. અલખ શબ્દ ઉપરથી જ અહલેક શબ્દ પ્રયોજાયો છે અને ભગવાન નિરંજન નિરાકાર પકડી શકાય એવો નથી તેથી “અલખ નિરંજન”ની આહલેક ઘોષણા સંન્યાસીઓ જગાવતા હોય છે. બાકી સંસારમાં સંસારીઓની સાંસારિક ચર્યાને ઈશ્વરલીલા તરીકે ઘટાવવામાં આવે તે તો દોષવિલાસ જ છે. જે દોષરહિત હોય તે ઈશ્વર હોય અને એવા દોષરહિત ઈશ્વરને આવી સંસારભ્રમણના કારણરૂપ સંસારલીલા કરવાનું કોઈ પ્રયોજન હોઈ શકે નહિ. દોષરહિતને લીલા ઘટે નહિ.
સંસારી જીવ પોતે આ સંસારને નાટકરૂપ લીલા બનાવી દે અને એમાંથી એનો સંસારભાવ-કર્તાભાવ કાઢી નાંખે તો જરૂર મોડોવહેલો એના સંસારનો અંત આણી છે કે જેના ફળરૂપે એ પોતાના અલખ એવા અનુભવગમ્ય પરમાત્મસ્વરૂપને પ્રગટ કરી શકે.
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એડ . કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદઘન પદ રેહ. ઋષભ.૬
પાઠાંતરે “અરપણ’ની જગાએ “આપણો” છે. “આપણો શબ્દથી થતુ અર્થઘટન પણ અર્થપૂર્ણ છે. | શબ્દાર્થ : ચિત્તની પ્રસન્નતા - પ્રશાંતતા એ જ ભગવાનની પૂજાનું ફળ છે અને એવી જ પૂજા અખંડિત છે, જેમાં કપટ રહિત થઈ
‘આપણને જે આપણા માટે પ્રતિકૂળ લાગતું હોય તે બીજાં પ્રતિ ન આયરવું” એ જ હિતકર છે.