________________
353
- હૃદય નયન નિહાળે જગધણી
10 શ્રી શીતલનાથ જિન સ્તવને
રાગ : ઘન્યાશ્રી ગોડી ... “ગુણહ વિશાલા મંગલિક માલા....” એ દેશી
શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે; કરુણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે રે. શીતલ૦૧ સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતલ૦૨ પરદુઃખ છેદન ઈચ્છા કરુણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ૦૩ અભયદાન તિમ લક્ષણ કરુણાતીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે. શીતલ૦૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંયોગે રે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે. શીતલ૦૫ ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘન પદ લેતી રે. શીતલ૦૬
(અ) મોક્ષમાર્ગ પરથી નિરપેક્ષ છે અને સ્વથી સાપેક્ષ છે. (બ) જ્ઞાની કહે છે પરથી પર થતો
જ-પરથી છૂટતો જ અને સ્વથી જોડાતો જા ! પરાવલંબી મટી સ્વાવલંબી થા !