________________
શ્રી સુવિધિનાથજી
352
આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરહરી; દાન માન વંદન આદેશ, તો તુજ સબલો પડ્યો કલેશ. | સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય;
જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન. જલ તરતાં જલ ઉપર મુનિને, જેમ કરુણા રે રંગ; પુષ્પાદિકે શ્રાવકને તેમ, પૂજામાં ચંગ.
છઠે અંગે દ્રોપદીજી, જિનપ્રતિમા પૂજે ય,
સૂરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહેય. રાયપાસેણી સૂત્રમાંજી, મોટો એહ પ્રબંધ, એહ વચન અણમાનતાજી, કરે કરમનો બંધ.
એમ અનેક સૂત્રે ભથ્થુજી, જિનપૂજા ગૃહીત્ય;
જે નવિ માને તે સહીજી, કરશે બહુભવ નૃત્ય. બહુરાગે જે જિનવર પૂજે; ' . ' તસ મુનિની પરે પાતક ધ્રુજે. - પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભને સાર લાલ રે;
ભગતિતણાં ફલ શુભ કહ્ય, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર લાલ રે. વેગલો મત હુજે દેવ મુજ મન થકી, કમલના વનથકી જેમ પરાગો; ચમકપાષાણ જેમ લોહને ખેંચસે; મુક્તિને સહજ તુજ ભક્તિરાગો.
-
પૂ. ઉપાધ્યાય ઉદયરત્નવિજયજી પણ પૂજાના સમર્થનમાં જણાવે
જેહને પ્રતિમાશુ નહીં પ્રેમ તે તો સમકિત પામે કેમ ? પૂજા છે મુક્તિનો પંથ નિત નિત ભાખે ઈમ ભગવંત..
આ ભવમાં જીવ ગમે તેટલાં સારો હોય તેટલા માત્રથી કાંઈ પૂર્વભવના ભૂલની માફી મળી જતી નથી.
પૂર્વભવના લેણદેણ-ઋણાનુંબંઘ પૂરેપૂરા મૂકવાઈ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય.