________________
શ્રી અજિતનાથજી
74
વિરૂપ છે. વિકૃતિ, પ્રકૃતિની છે જેને સંસ્કૃતિથી પ્રકૃતિમાં ફેરવી શકાય એમ છે. એ નાનો પણ રાઈનો દાણો છે. વાસિત તો વાસિત પણ બોધ છે. ભલે દિવ્યજ્ઞાન કે વીતરાગ સર્વજ્ઞનો બોધ નથી. પરંતુ વીતરાગતા-સર્વજ્ઞતાના વાહક અને ચાહકનો બોધ તો છે. જિનવચનજિનવાણી છે જે બોધિબીજ બોધિલાભ આપવા સક્ષમ છે. જેવો તેવો પણ ભગવાને પૂરો પાડેલો, ભગવાન બનવા માટેનો ટેકો છે-આધાર છે. માર્ગયૂત થવા કરતાં તો માર્ગપથિક (માર્ગપતિત) રહેવું હિતાવહ છે. ભલે સાક્ષાત્ ભાવ તીર્થકરની-સર્વજ્ઞની વીતરાગવાણી નથી મળી પણ વીતરાગ-વાસિત જ્ઞાનીની, વૈરાગીની વીતરાગી બનાવનારી વૈરાગવાણી તો આજે ય મળી રહી છે.
કાળલબ્ધિ લડી પંથ નિહાળશુંરે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણજો રે, “આનંદઘન” મત અંબા.પંથડો..૬
પાઠાંતરે ‘નિહાળશું રે' ની જગાએ નિહાલસઈ રે; અવલંબની જગાએ અવિલંબ અને કડીનું ત્રીજું ચરણ પાઠાંતરે “એ જન જીવે રે જિન નહિ જાણિયાં રે..” છે.
શબ્દાર્થ કાળ પરિપક્વ થવાથી યોગ્યકાળે માર્ગને નિહાળશું, જાણશું અને આરાધશું. સમય પાકશે, આનંદઘન સ્વરૂપ આંબો (અંબ) મહોરશે અને ફળ (કેરી) લાગશે અર્થાત્ આનંદઘન સ્વરૂપ પ્રગટશે એ શ્રદ્ધાના (આશાના) અવલંબને-ટેકે હાલમાં તો આ જીવ જીવી રહ્યો છે એમ હે જિનેશ્વર ! આપ જાણજો.
લક્ષ્યાર્થ-વિવેચન : પંથડો નિહાળવામાં – વાટડી વિલોકવામાં ઘણી-ઘણી કઠિનાઈ છે. સ્તવનની બીજીથી પાંચમી કડીમાં એ બધી
જ્ઞાયકભાવમાં પાછા ફરવું એ જ સાચું સાર્થક પ્રતિક્રમણ છે.