________________
7
- હૃદય નયન નિહાળે જગધણી
પણ નહિ અને રહેમ પણ નહિ. સેઈમ Same એક સરખો સંદાને માટેનો સ્થાયી પ્રેમ! સૌખ્ય સંબંધ !
કાળના ભાંગા એટલે પ્રકાર ચાર છે....... ૧) અનાદિ અનંત ૨) અનાદિ સાન્ત ૩) સાદિ સાન્ત અને ૪) સાદિ અનંત.
જેની આદિ પણ નથી અને જેનો અંત પણ નથી એવી અભવિ અને જાતિભવ્યની ભવસ્થિતિનો કાળ અનાદિ-અનંત પ્રકારનો છે. જેની આદિ નથી પણ જેનો અંત આવે છે, તેવા ભવ્યાત્માઓની ભવસ્થિતિનો કાળ અનાદિ-સાન્ત પ્રકારનો છે. સંસારી જીવોની કર્મજનિત ઓદયિક અવસ્થાઓ અને સર્વ દુન્યવી ઘટનાઓ, કે જેની આદિ એટલે કે શરૂઆત . પણ છે અને જેનો છેવાડો એટલે કે અંત પણ છે, તે બધી સાદિ-સાન્ત પ્રકારની કાળસ્થિતિ છે. જ્યારે કોઈ એક સંસારી ભવ્યાત્મા જીવ મટી શિવ-પરમાત્મા થાય છે, ત્યારે શિવ થવાની આદિ હોવાથી અને તે પરમાત્મ અવસ્થાનો પછી ક્યારેય અંત થનાર નહિ હોવાથી, તે સાદિઅનંત કાળસ્થિતિ છે.
ચેતન-ચેતનાનો સંબંધ તત્ત્વથી અનાદિ-અનંત હોવા છતાં આજે કર્મના ઉદયે તેમજ અજ્ઞાનતાના કારણે ચેતના એના ચેતનથી છૂટી પડી ગઈ છે અને તેથી આજે સાદિ-સાન્ત અવસ્થા અનુભવાય છે. પણ જ્યારે ચેતન પોતાના સ્વરૂપને ઓળખી તેની શ્રદ્ધા કરી પૂર્ણતાને પામે છે, ત્યારે સાદિ-સાન્ત અવસ્થાનો અંત આવે છે અને ચેતનથી છૂટી પડેલી ચેતના ફરી પાછી ચેતનમાં ભળી જાય છે. પરિણામે ચેતન-ચેતના એકરૂપતપ-ચિપ બની જાય છે અને તેથી સાદિ-અનંત સ્થિતિને પામીને ચેતન કાલાતીત-અકાલ બની જાય છે.
જ્ઞાન અલ્પ ચાલે પણ શ્રદ્ધા તો પૂર્ણ જ જોઈએ.