________________
187
- હૃદય નયન નિહાળે જગધણી
પોતે છે. દરેક પર્યાય પોતાના પક્કરકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. હું તો ત્રિકાળી ધ્રુવ પરમપરિણામિક-ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા છું. મારી ઉત્પત્તિ કે નાશ છે જ નહિ. આત્માના અનંતગુણોમાંથી પ્રતિસમયે નિરાકુળ આનંદની સરવાણીઓ ફૂટ્યા જ કરે છે. આત્માએ પાત્ર બનીને પ્રતિસમયે તેને ઝીલવાની છે. જેમ મણિરત્નો અંધારામાં ઝળક્યા કરે છે અને ઝગારા માર્યા કરે છે, તેમ મારામાં રહેલ સર્વ ગુણો ચૈતન્યમય હોવાના કારણે અનંત-અનંત પ્રકાશમય છે. તેનો હું રાજા છું-માલિક છુંસ્વામી છું. ચંદનમાં જે સુવાસ અને શીતળતા પ્રદાન કરવાનો ગુણ છે, તેનાથી અધિક ગુણની સુવાસ અને શીતળતા પ્રદાન કરવાનો ગુણ આત્મામાં છે, મારામાં છે.
આમ આત્માને પોતાના પરમાત્મસ્વરૂપનો મહિમા જેમ-જેમ સમજાતો જાય છે, તેમ તેમ આત્મા બહિરાત્મદશામાંથી બહાર નીકળી અંતરાત્મદશાને પામતો જાય છે. જે અંતઃકરણમાં સ્વરૂપનો મહિમા નિરંતર વર્તે છે તે અંતઃકરણ ધનાઢ્ય છે અને તે જ અંતઃકરણ સાચા અર્થમાં ધર્માલ્ય છે. મન, બુદ્ધિ, ચિત્તને જેમ ઉચિતમાં પ્રવર્તાવવાના છે, તેમ અંતઃકરણમાં પરમાત્મસ્વરૂપને વારંવાર અહોભાવે યાદ કરવાનું છે. કારણ કે અંતઃકરણ જ પરમાત્મા બનનાર છે. મતિજ્ઞાન જ અવિકારી થઈ કેવળજ્ઞાનરૂપે પરિણમનાર છે. પોતાની પરમાત્મદશા જેટલી અહોભાવે યાદ આવ્યા કરે તેટલો સાધકનો આધ્યાત્મિક પુણ્યોદય છે.
એમ પરમાતમ સાધ..” આવી રીતે અંતઃકરણ સ્વરૂપ મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ કરવા દ્વારા બહિરાત્માને અંતરાત્મા બનાવવાનો છે અને પછી અંતરાત્મદશાને પામેલા તે આત્મામાં નિરંતર પરમાત્મ સ્વરૂપ જેવું છે તેને ધ્યાવવાનું છે. જેને પોતાના મતિજ્ઞાનના ઉપયોગમાં
ગુણનું પ્રવર્તન સતત-સરળ-સહજ થવું તેજ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ.