________________
શ્રી સુમતિનાથજી A 188
જ્ઞાયક અર્થાત્ કારણ પરમાત્માનું ધ્યાન ધરતા આવડી ગયું તેને સંસાર પોતાની મુઠ્ઠીમાં એટલે કે પકડમાં આવી ગયો હોય છે. સંસાર જે સાગર કહેવાય છે તે એવા સ્વરૂપધ્યાતાને માટે ખાબોચિયા જેવો બની જાય છે.
चिद्रूपानन्दमयो, निशेषोपाधिवर्जितशुद्ध ।
अत्यक्षोऽनन्तगुणः परमात्मार्कितितस्तज्ज्ञै।। બહિરાત્મા જ બહિર્મુખતા છોડી અંતરમુખી બની અંતરાત્મા બને છે, જે શુક્લધ્યાનરૂપી અગ્નિમાં કર્મોને બાળી નાખીને નિરંજન બને છે. કર્મના યોગને લીધે જ આત્મા સંસારી કહેવાય છે બાકી સ્વભાવદશામાં રહેલો આ આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે. જે વાત યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી જણાવે છે.
। अयमात्मैव चिद्रूप, शरीरी कर्मयोगतः । .. ध्यानाग्निदग्धकर्मास्तु सिद्धात्मा स्यान्निरञ्जनः ।। - બહિરાત્માને દેહ છે, દેહનો મોહ છે અને દેહમોહને રમવાના રમકડારૂપ પરિંગ્રહ છે. તે રાગી છે, એને પરોક્ષ દર્શન છે-ચક્ષુદર્શન છેઅચક્ષુદર્શન છે.
અંતરાત્માને દેહ છે પણ દેહનો મોહ નથી અને તેથી અલ્પ પરિગ્રહી કે નિષ્પરિગ્રહી છે. વૈરાગી છે. તેથી તેને સમ્યગ્દર્શન છે.
- પરમાત્માને માત્ર દેહ છે કે જે દેહના પણ તે દૃષ્ટા છે. દેહભાવ પણ નથી અને દેહ-મોહ પણ નથી. પરમાત્મસ્વરૂપની પવિત્રતા-શુદ્ધતાનિર્મળતાએ દેહ-પુલને પણ શુભ અને વંદ્ય બનાવ્યા. તેઓ વીતરાગી છે. એમને પ્રત્યક્ષ એવું દિવ્યદર્શન-કેવળદર્શન છે.
ગુણહીન કે હીનગુણીની સંગત નહિ કરતાં ગુણાવિક કે સમગુણીની સંગતમાં રહેવું.