________________
શ્રી સુમતિનાથજી
186
આત્માનું આવુ પરમાત્મસ્વરૂપ કર્મ-સંયોગે દબાઈ ગયું છે. તેને પ્રગટ કરવા સાધના કરવાની છે. મન, બુદ્ધિ અને ચિત્તમાંથી જેમ-જેમ વિકારીભાવો નીકળતા જાય છે, તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે. ઉપયોગ એકાંતને પામવા સ્થળ-એકાંત સ્વીકારવાનું છે. મન, બુદ્ધિ, ચિત્તને સામાયિકની સાધનામાં લગાડી સમત્વભાવની નિરંતર તાલીમ લેવાની છે. - સમભાવ ભાવિતતા એ જ સામાયિક છે. તેનાથી શરીરના પ્રત્યેક કોષ શુદ્ધ થાય છે, આત્માના અનંતગુણોમાંથી પ્રત્યેક ગુણની વૃદ્ધિ થાય છે, ઈન્દ્રિયો સંબંધી વિકારો શાંત પડે છે. મન, બુદ્ધિ, ચિત્તનું વલણ પુદ્ગલ તરફી મટીને આત્મ તરફી થાય છે. ચિત્ત સામાયિક સાધના ભણી આકર્ષાય છે. તેથી અંતઃકરણ પ્રતિસમય નિર્મળ, નિર્મળતર થતું જાય છે ધર્મધ્યાનમાં સહજ રહેવાય છે.
કાયરતાને હટાવી શૌર્યશક્તિને જાગૃત કરવા દ્વારા જ્ઞાન-ધ્યાનની સાધનાથી વિશુદ્ધિ વધતા જીવને ખ્યાલ આવે છે કે “જ્ઞાનાનંદે હો પુરણપાવનો...” હું જ્ઞાનાનંદથી પૂર્ણ અને પવિત્ર છું. મારું સુખ મારી પાસે જ છે. શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વાણી, મન, બુદ્ધિ, ચિત્ત, વગેરે જે વર્તમાનમાં દેખાય છે અને અનુભવાય છે, તે બધુ જ મારા આત્માને માટે ઉપાધિ-સ્વરૂપ છે. કર્મના ઉદયથી સંસારની ઉપાધિમાં મારે રહેવું પડ્યું છે, એ વાત સાચી પણ તેમાં રમનારો હું નથી.
“અતીન્દ્રિય ગુણગણમણિ આગરૂ...” હું ઈન્દ્રિયોના વિકારોથી રહિત છું, અતીન્દ્રિય જ્ઞાન, દર્શનાદિ, અનંતગુણોની ખાણમય છું. અવિનાશી મારું સ્વરૂપ છે. જન્મ-મરણાદિ ક્રિયાનો કર્તા કે ભોક્તા તે હું નથી. જન્મ-મરણાદિ તો વિનાશી પર્યાયો છે. પર્યાયનો કર્તા પર્યાય
વેદન - અનુભવન પર્યાયમાં છે.