________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 278
અકામ-નિર્જરા કરતો નદી ગોળ પાષાણ ન્યાયે પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાયમાં આવ્યો. અહીં પણ ઘણું ઘણું રીબાયો. આ દશામાં પણ મારા લલાટે પ્રભુદર્શનના લેખ લખાયા નહોતા. પ્રભુના દરિસણ અને પ્રભુતાની સમજણથી હજી હું ઘણો ઘણો દૂર હતો. કારણ કે ત્યાં પણ ચૈતન્યની વિકસિત-દશા નહોતી.
વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી દીઠો નહીં ય દીદાર; સખી૦ બિ-તિ-ચĆરિંદી જલ લીહા, સખી ગતસન્નિ પણ ધાર. સખી૦૩
પાઠાંતરે ‘ઘણ’ના સ્થાને ‘ઘણી’, ‘દિહા’ના સ્થાને ‘દીહા’, ‘ચરિંદી’ના સ્થાને ‘ચઉરંદી’, ‘પણ’ના સ્થાને ‘પીણ’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ : અતિ દીર્ઘ આયુષ્યકાળવાળી વનસ્પતિકાયની અવસ્થામાં પણ ઝાડપાન થડ મૂળ તરીકે અતિ ઘણા દિલ્હા-દિવસો પસાર કર્યાં. પરંતુ ત્યાં પણ એ વ્યક્ત સ્પર્શેન્દ્રિયના એકેન્દ્રિયપણામાંય પ્રભુ તારા દીદારદરિસણ તો નહિ જ થયા.
જલ લીહા - પાણીમાં કાઢેલી લીટી, જેટલા અલ્પકાળમાં ભૂંસાઈ જાય તેટલા અલ્પકાળના બેઇન્દ્રિયપણા, તેઇન્દ્રિયપણા, ચઉરેન્દ્રિયપણાને પામ્યો. આગળ વધી ગતસન્નિ એટલે કે અસંજ્ઞી પંચેન્દ્રિયપણાને પણ પામ્યો. આંખ તો મળી પણ સંશીપણું એટલે કે મન નહિ મળ્યું, તેથી હું પ્રભુ તને ધારી શક્યો નહિ. અર્થાત્ ઓળખી સમજી શક્યો નહિ.
લક્ષ્યાર્થી-વિવેચન : અતિ દીર્ઘ આયુષ્યકાળવાળા વનસ્પતિકાયપણાને પામ્યો. ઝાડ, છોડ, વેલ, પાન, ફળ, ફૂલ, થડ, થડિયા, ડાળ-ડાખળા, મૂળિયારૂપે એકેન્દ્રિય વનસ્પતિકાયપણાને પામ્યો. ફળ
અજ્ઞાનીને રાગમાં સુખ દેખાય છે. જ્ઞાનીને રાગમાં દુઃખ દેખાય છે.