________________
279
હૃદય નયન નિહાળે જગધણી
ફૂલાદિપણે આપના સ્પર્શનને તો પામ્યો પરંતુ આપના દીદાર - આપની ઝલક તો મને નહિ જ મળી.
ઘણનો અર્થ ખીમજીબાપાએ લુહારની કોઢમાં ગરમ લોઢાને આકાર આપવાને ટીપવા માટે જે હથોડો વપરાય છે, તે કર્યો છે. દિવાનો અર્થ દીધા કર્યો છે કે દીઠા કર્યો છે.
- વનસ્પતિકાયમાં ઘણના ઘા દીધા કે ઘણના ઘા સહ્યા. વનસ્પતિકાયમાં જીવને ઘણા ઘણા ઘણના ઘા જેવા દુઃખો વેઠવા પડતાં હોય છે.
વૃક્ષોને કુહાડીના ઘા સહન કરવા પડે, ચૂલામાં અને ચિંતામાં બળવું પડે, દાતરડાથી કપાવું પડે, ચૂંટાવું પડે, નિંદાવું પડે. આમ વનસ્પતિના આયુષ્ય પણ લાંબા અને દુઃખ પણ ઘણા.
અનંતકાળની અપેક્ષાએ તો જલમાં કાઢેલી લીટી પળ માત્રમાં ભૂંસાઈ જાય એટલા અલ્પકાલીન આયુષ્યના જળો, પોરા, અળસિયા, શંખ, કોડા, ગંડોલારૂપે બેઈન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થયો. કાનખજૂરા, માકડ, કીડી, ઊધઈ, ઈયળ, ઘીમેલ, ધનેડા આદિ તેઈન્દ્રિયપણાને પામ્યો. વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કરોળીયા આદિ ચાર ઈન્દ્રિયવાળા જીવ તરીકે પણ ઉત્પન્ન થયો. એક ભવ પૂરતું તેમનું આયુષ્ય અનુક્રમે બાર વર્ષ, ઓગણપચાસ દિવસ અને છ મહિનાનું હોય છે. સખી સુમતિ અહીં પણ મને પ્રભુના દીદાર જોવા નહિ મળ્યા.
આગળ વધીને પંચેન્દ્રિયપણાને પણ પામ્યો. પરંતુ મન ન મળ્યું. ગતસનિ એટલે કે સંક્ષિપણા રહિત અસંગ્નિ પંચેન્દ્રિયપણું ધારણ કર્યું. ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયપણું મળ્યું. આંખ તો મળી પણ મન ન મળ્યું. ત્યાં આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું હોય છે. એટલે પ્રભુના દીદાર (દર્શન) કેવી
ગુગમ વિના દ્રવ્યદષ્ટિ સમજાય નહિ અને દ્રવ્યદષ્ટિ વિના સમ્યગ્દર્શન આવે નહિ.