________________
25
- હૃદય નયન નિહાળે જગધણી
- લક્ષ્યાર્થ-વિવેચન કોઈ તો એમ કહે છે કે આ ઉપર જણાવેલ પ્રીત થવી, એની પ્રીતમ તરીકે ચાહના થવી, કંત તરીકે સ્વીકાર થવો, એની સાથે સગાઈ સંબંધથી બંધાવું, એ પતિના રંજન-આનંદ માટે તપ તપવા; એ બધી તો લીલા છે. એ તો જીવનના રંગમંચ ઉપર ભજવાતા નાટકના ખેલ છે. એટલું જ નહિ પણ પાછા કહે છે કે અમે તો એ પરમપિતા પરમેશ્વરના અંશ છીએ. એ ઈશ્વર જે કાંઈ લીલા-ક્રીડા કરવા ચાહે છે, એ પ્રમાણે સઘળુંય કાંઈ સંસારમાં ઘટે છે. એ ઈશ્વર લખી ન શકાય, વર્ણવી ન શકાય અને જેનું લક્ષ ન કરી શકાય કે સમજી ન શકાય તેવા અલખ-અલક્ષ છે. પાછી એ અલખની લીલા-ક્રીડા પણ અલખ છે. એ લીલા પણ સમજી ન શકાય કે કળી ન શકાય એવી અકળ ને અલખ છે. એ અલખ લાખો જણની લાખો પ્રકારની મનોકામના-મનની આશા ઈચ્છાઓની પૂર્તિ કરનાર છે. “અલખ'ના પાઠાંતર ‘લલક શબ્દને લઈને અર્થઘટન કરીએ તો લલક એટલે લક્ષ કરી શકાય કે કળી શકાય એવા સઘળા અને લક્ષ કરી નહિ શકાય કે કળી ન શકાય એવા સઘળા મનોરથને પૂરા કરનાર છે.
જનસામાન્યમાં એવી સામાજિક રૂઢ થયેલી માન્યતા છે કે બલીયસી કેવલમ્ ઈશ્વરેચ્છા-ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે, ધાર્યું ધણીનું થાય, એની ઈચ્છા વિના એક પાંદડું ય હાલી શકે એમ નથી. આ અવળી અજ્ઞાન માન્યતાને સ્તવનની પાંચમી કડીની પહેલી પંક્તિમાં, જણાવવા સાથે, એ ખોટી ભૂલભરેલી, મૂર્ખ માન્યતાનો છેદ ઉડાડતા કવિરાજ કહે છે...
“દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.”
આત્મા અને આત્માના શુદ્ધ, મૌલિક, પરમાત્મસ્વરૂપની તેમજ વિશ્વવ્યવસ્થાની સાચી સમ્ય સમજણના અભાવમાંથી ઊભી થયેલી આ
વ્યવહારમાં ગાળ આપનારો દોષિત અને અધ્યાત્મમાં ગાળ ખાનારો દોષિત.