________________
359
હૃદય નયન નિહાળે જગધણી
卐
આપ કહો છો કે શ્રી શીતલનાથ પ્રભુજી કોમળતા-કઠોરતાઉદાસીનતાની ત્રિભંગીથી શોભે છે તો તે કેવી રીતે? સમજાવશો? સર્વ જંતુ હિતકરણી કરુણા, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતલ
પાઠાંતરે ‘કરુણા‘ની જગાએ ‘કરતા, ‘હાંનાદાન’ની જગાએ ‘દાનીદાન’, ‘પરિણામી’ની જગાએ ‘પરિણામે’, ‘વીક્ષણ રે’ ની જગાએ ‘વિષણા રે’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ ઃ કર્મવિદારણ=કર્મછેદન-કર્મનિવારણ તીક્ષણ =ધારદારઅણીદાર-પાણીદાર-ભેદક-તીવ્ર. હાનાદાન=હાન+આદાન=ત્યાગ અને ગ્રહણ-લેણદેણ. પરિણામી=પરિણમવાળા-ભાવવાળા-તે મય-તન્મય થનારા. વીક્ષણ=જોવું-જાણવું.
‘સવિ જીવ કરું શાસન રસી'ની ભાવનાથી ભાવિત, સર્વ જીવોનાં આત્મહિતથી કરુણાભીનું કોમળ હૃદય, સર્વ કર્મોને સર્વથા હણી નાખનારી તીક્ષણતા, અનિષ્ટ (પ્રતિકૂળતા)નો ત્યાગ અને ઇષ્ટ (સાનુકૂળતા)ના ગ્રહણના પરિણામ-ભાવથી પર એવી ઉદાસીનતા-નિર્લેપતારૂપ ત્રિભંગીને વિલોકવી-દેખવી જોઈએ.
લક્ષ્યાર્થ-વિવેચન : ‘‘જો હોવે મુજ શક્તિ ઈસી, વિ જીવ કરું શાસનરસી’’ એવી જે ભાવ-દયા મનમાં ઉલ્લસી છે તેનું જ પરિણામ તે ‘“સર્વ જંતુ હિતકરણી કરુણા...'' છે. જીવમાત્રના આત્મહિત આત્મકલ્યાણની ભાવનાથી હૈયુ જેમનું ભીનું અને કુણું બન્યું છે, તે કોમળ હૈયામાંથી વહેતી કરણી, તે જ કરુણા છે. એ કરુણાની કરણી એટલે જ તીર્થંકર ભગવંત દ્વારા દીક્ષા પૂર્વે દેવાતું દ્રવ્યદાન તે વરસીદાન,
અનાદિકાળથી પર્યાયષ્ટિ-વ્યવહારદષ્ટિથી પરિયિત છીએ. આત્મલીન-બ્રહ્મલીન થવા માટે દ્રવ્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિથી પરિયિત થવું આવશ્યક છે.