________________
શ્રી શીતલનાથજી
360
દીક્ષા બાદ સાધનાકાળમાં અને ત્યારબાદ પણ જીવમાત્રને આજીવન દેવાતું પ્રતિજ્ઞાપૂર્વકનું અભયદાન-જીવનદાન અને કેવળજ્ઞાનના પ્રાગટ્ય પછી તીર્થસ્થાપનાપૂર્વક દેવાતી દેશના દ્વારા અપાતું ભાવદાન જે જ્ઞાનદાન છે. એ જ્ઞાનદાન નિર્વાણ સુધી અપાય છે; જે દ્વારા જન સજ્જન બને છે, જૈન બને છે, સમકિતી બને છે, દેશવિરતિધર, સર્વવિરતિધર, વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી બને છે અને મુક્ત થઈ સિદ્ધગતિ પ્રાપ્ત કરી પરમાત્મપદ-સિદ્ધપદે બિરાજે છે. પ્રભુજીની આ કરુણા પરહિત માટે છે. એમાં પોતાનો કોઈ લાભ, સ્વાર્થ હોતો નથી, તેથી તે નિઃસ્વાર્થ અકારણ થતી કરુણાની કરણી છે. તેથી જ તેઓશ્રી દયા, દમ અને દાન જેમાં છે, એવો દાન-શીલ-તપ-ભાવની ચાર પ્રકારનો ત્યાગધર્મ પ્રવર્તાવે છે. દાન દ્વારા પરના ગ્રહણ એવા પરિગ્રહથી છૂટવા, પરોપકાર અર્થે, ધન ત્યાગ કરવા જણાવે છે. શીલ દ્વારા અગ્રહિતની ઈચ્છા અને કામનાથી દૂર થવા અબ્રહ્મના સેવનનો ત્યાગ કરી નિર્દોષ, નિષ્પાપ, નિષ્કલંક, નિષ્પરિગ્રહી, જીતેન્દ્રિય નિરારંભી સાધુ-જીવન જીવવા ફરમાવે છે. તપ દ્વારા ઈચ્છા નિરોધ કરી, તલપ-ઈચ્છાનો ત્યાગ કરી નિરીહ, અણાહારી, વીતરાગ, પૂર્ણકામ થવાનો આદેશ આપે છે. આ દાન અને દમનને આત્મસાત્ કરવા માટે, પર પ્રતિ દયા, પરોપકાર, સેવા, ક્ષમાના ભાવને કેમ કરવા તે શીખવાડે છે. તેમજ સ્વ પ્રતિ સમતા, સહનશીલતા અને કઠોરતાના ભાવને કેમ કરવા તે શીખવાડે છે. ઉપરાંત ઈન્દ્રિય પરાધીનતાથી મુક્ત થવા ભાવમનનો ત્યાગ કરી ભાવાતીત કેમ થવાય તેની સમજ આપે છે. - આમ કોમળતા છે તેથી કરુણા છે. દયા છે તો દાન છે. એ પર પ્રતિની કોમળતા-દયા-દાન શક્ય ત્યારે જ બને છે, જ્યારે સ્વપ્રતિ કઠોરતાસમતા-સહનશીલતા કેળવાય છે. વળી આમાં જે વર્ધમાનતા આવે છે, તે તીવ્રતા અને તીક્ષ્ણતા છે. એક તીરથી ત્રણ લક્ષ્યને સાધવા જેવી રાધાવેધની
પર્યાયદષ્ટિને પારકી અને દ્રવ્યદષ્ટિને પોતીકી માની નથી,
તેથી અજ્ઞાશક્તિના બુદ્ધિવિલાસથી સંસાર ઊભો છે.