________________
23
હૃદય નયન નિહાળે જગધણી
5
તેવા નરરત્નો આ કાળે પાકવા, એમની સાથે ભેટો થવો, તે લાભ તો કોઇ ભાગ્યશાળી ભવ્યાત્માને જ મળે. ધાર્યા પ્રમાણે પામી શકાય એવી આ વસ્તુ નથી. પામવી અતિ-દુર્લભ છે. સોનું-સુવર્ણ અને તાંબુ એકરસ-એકરૂપ થાય છે ત્યારે સુવર્ણના અલંકાર બને છે અને ધારણ કરનારની શોભા વધારે છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણ મહાવીર સ્તવનામાં ગાન કરે છે...
“આદર્યુ આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ-અવલંબ વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સિધ્યો. તાર.''
શુદ્ધ આત્મ શ્રદ્ધાન, અરિહંત ભગવંતની શ્રદ્ધા, સમ્યક્ત્વપૂર્વકની ક્રિયાથી જ કાર્ય સિદ્ધ થાય છે. શ્રાવિકાજી રેવતી અને સુલસાની અડગ શ્રદ્ધાએ જ અનુક્રમે સિંહ અણગારને બીજોરાપાક વહોરી લાવવા અને અંબડ પારિવ્રાજકને ધર્મલાભ કહેવડાવવા સ્વયં ભગવાને પ્રેર્યાં હતા. શ્રેણિકની વીરપ્રભુ પ્રત્યેની અનન્યભક્તિએ જ તીર્થંકર-નામકર્મનો નિકાચિત કર્મબંધ કરાવ્યો હતો.
જ
સંસારી જીવ સંસારમાં એની તલપની તૃપ્તિ માટે જાત-જાતના તપ તપતો જ આવ્યો છે. પરંતુ તલપનું, તપનનું શમન આજ દિવસ સુધી થયું નથી. તપ તો તે છે જે તપનનું શમન કરે. તપન-તલપ-તાણતૃષ્ણા-ઈચ્છાનો અંત આણે. આહારસંજ્ઞાનો અંત કરી નિરીહ, વીતરાગ, પૂર્ણકામ બનાવી, અણાહારી પદે સ્થાપન કરે તે તપ છે.
એવું તપ એટલે જ ધાતુ-મિલાપ. પોતાનું પોતાપણામાં
ન
દેહની અસર જો મન ઉપર નહિ વર્તે-મતિજ્ઞાનના ઉપયોગ ઉપર ન વર્તે તો સમજવું કે સ્વરૂપનું લક્ષ સાયું થયું છે.