________________
57
- હૃદય નયન નિહાળે જગધણી
કહેવા દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. આખાય ધર્મમહેલનું મંડાણચણતર આ પાયા ઉપર છે. પાયો જ કાચો હોય તો તે મહેલનો બોજો ખમી શકે નહિ અને મહેલને ડગતા કે કકડભૂસ થતાં રોકી શકાય નહિ.
“હું સિદ્ધસ્વરૂપ છું !' અને મારે મારા સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે એવા સંકલ્પથી સાધુવેશ ગ્રહણ કરીને સાધુતાને સ્વીકારી છે; તે સાધુવેશ કે દિગંબરપણાની કિંમત નથી. કિંમત શુદ્ધ ચારિત્રની છે. “હું સિદ્ધસ્વરૂપ છું !” ના વિકલ્પની સાથે સાથે “હું દેહ નથી!” એ વિકલ્પ જોઈશે. તો જ દેહમો જશે, દેહભાવ ઘટશે, વિદેહી-દેહાતીત થઈ અદેહી બનાશે.
અન્ય અજ્ઞાની જીવોના મનનું રંજન કરવા પ્રવચનોનો ધોધં વહાવાય અને અંતરદશા મેલી હોય તો ધર્મપ્રસાદ ડગ્યા વિના રહે નહિ. રત્નાકર પચ્ચીશીની રચનાનું મૂળ કથાનક આ જ વસ્તુ સમજાવે છે.
અંતરચક્ષુ બંધ પડ્યા હોય અને ચર્મચક્ષુથી ધર્મ શોધાય તો એ મળે કેમ?
પંચમપદને દીપાવે-શોભાવે એવી ચારિત્રની ધરણી એટલે પૃથ્વી માતા અર્થાત્ અષ્ટ પ્રવચન માતા ! શું એ ધરતી ઉપર આપણા ચરણ મંડાયેલા છે કે પછી પાયા વગર હવામાં અધ્ધર લટકીએ છીએ? વૃક્ષના જેવું તો નથી ને કે મૂળ માથું મૂળિયા ધરતીમાં અને પગ આકાશમાં ફેલાયેલા હોય? આવું શીર્ષાસન હોય તો પછી વિકાસ ક્યાંથી થાય? એટલે જ કદાચ યોગીરાજ કહે છે...
“વસ્તુ વિચારે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય.”
આકાશની બહાર જેમ આપણે નથી તેમ પરમાત્માના જ્ઞાનની બહાર આપણે નથી.