________________
શ્રી અજિતનાથજી
58
તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.. પંથડો..૪
પાઠાંતરે પહુંચેના સ્થાને પહોંચે કે પોહચે, અભિમતના સ્થાને અભિમતે, વસ્તુગતેના સ્થાને વસ્તુગતિ અને જગના સ્થાન જગિ છે.
શબ્દાર્થ : તર્ક એટલે અનુમાન પ્રમાણના ન્યાયમાર્ગે વસ્તુતત્ત્વની વિચારણા કરવા જતાં તો વાદ વિવાદની પરંપરા ચાલે છે અને પછી એનો કોઈ પાર-છેડો-અંત જ આવતો નથી.
જે અભિમત એટલે કે અભીપ્સિત-ઈચ્છિત વસ્તુ છે, તે વસ્તુને વસ્તુગતે એટલે વસ્તુરૂપે, યથાર્થ રીતે કહેનારા અને સમજીને સમજાવનારા તો જગત આખામાંથી કોઈક વિરલા જ જોવામાં આવતા હોય છે.
વિવેચન-લક્ષ્યાર્થ : ચર્મચક્ષુ, પુરુષપરંપરાગત અનુભવ, શાસ્ત્રાધારથી પંથાવલોકન કરવાની વિચારણાના અનુસંધાનમાં, યોગીરાજ કવિવર્ય હવે તર્કશાસ્ત્રના ન્યાયમાર્ગે વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાના વિકલ્પને વિચારે છે.
તર્કશાસ્ત્ર Logic ની મદદથી તાર્કિક રીતે Logically વિચારવામાં બુદ્ધિ તત્ત્વનો સહારો લેવો પડે છે. જૈન તત્ત્વદર્શન યુક્તિયુક્ત તર્કસંગત વૈજ્ઞાનિક દર્શન છે. એ અખંડ સળંગ અને સરળ મોક્ષમાર્ગ બતાડનાર તર્કબદ્ધ આત્મવિજ્ઞાન છે, છતાં એમાં વાદ પરંપરામાં સરી જવાતું હોય છે, કારણ કે વાદમાં બુદ્ધિની પ્રાધાન્યતા હોય છે. બુદ્ધિ એ અહંકારના માધ્યમથી આવતો જ્ઞાનપ્રકાશ છે. તેથી તર્કવાદમાં અહંની અથડામણ થાય છે. પરસ્પર એકબીજાના (વાદી-પ્રતિવાદીના) અહં ટકરાય છે. પરિણામે વાદ, સંવાદમાં પરિણમીને વસ્તુતત્ત્વના યથાર્થ નિર્ણય સુધી
ફાટી ગયું છે તે વિનાશીભાવ છે. મેલું થયું છે તે વિકારીભાવ-અશુદ્ધિ છે.