________________
શ્રી સુમતિનાથજી 192
કે જેની ઓળખ નહોતી. પોતાને પોતાની ઓળખ થતા અર્થાત્ આત્માને આત્માની ઓળખ થતા અનાત્મભાવ જ આત્મભાવમાં પરિણમી ગયો. મિથ્યાત્વ સમ્યક્ત્વમાં બદલાઈ ગયું. પરઘેર ગયેલો હાથી સ્વઘેર આવી ગયો. મિથ્યાદર્શન જ સમ્યગ્દર્શન બની ગયું કારણ કે માન્યતા બદલાઈ ગઈ. વિપરીતતા-વિપર્યાસથી મુક્તિ મળી ગઈ. કર્મસાહિત્ય અનુસારે પણ સમ્યક્ત્વનો બંધ નથી હોતો પણ ઉદય હોય છે. એટલે કે મિથ્યાત્વ જ સમ્યક્ત્વરૂપે પરિણમે છે; જેથી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં પરિણમે છે. કારણ કે પહેલા જે સંબંધ પર, જડ, વિનાશી, પુદ્ગલ સાથે હતો; તેનો વિચ્છેદ થઈ હવે સ્વ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી એવા પરમાત્મા સાથે થયો કે જે પુષ્ટઆલંબન છે.
‘“મન્નહ જિણાણમાણં, મિચ્છ પરિહરણ ધરણ સમ્મત્તું;”
આ જે મિથ્યાત્વને સમ્યક્ત્વમાં પરિણમાવવાની જે પ્રક્રિયા છે, તે જ ત્યાજ્ય એવા બહિરાત્મપણાને ત્યજી અંતરાત્મસ્વરૂપમાં સ્થિર થવાની પ્રક્રિયા છે. જેને કવિરાજે ગાથાની પહેલી પંક્તિમાં ગૂંથી છે. વિજાતીય પ્રવાહમાંથી સંજાતીય પ્રવાહમાં આવવાથી પ્રણ સ્વઘર તરફનું થાય છે.
દેહાધ્યાસ તોડીએ, દેહભાવ છોડીએ, મોહભાવ મારીએ તો ધર્મભાવ જાગે, આત્મભાવ સ્પર્શે અને અંતરાત્મામાં સ્થિર થવાય.
ખોવાયેલું ઘરમાં હતુ પણ ઘરમાં અજ્ઞાનનો અંધકાર હતો તેથી બહાર અજવાળામાં શોધતા હતા પરંતુ જ્ઞાનનું અજવાળું ભીતરમાં લઈ જઈ ઘરમાં નહોતા શોધતા એટલે મળતુ નહોતુ. Look-out ને બદલે Look-in થવાનું છે. બહારની આળપંપાળ છોડી આત્માની સંભાળ
અધિષ્ઠિત આત્માનું પર્યાયમાં પ્રતિષ્ઠિત થવું તે અધ્યાત્મ છે.