________________
[281
- હૃદય નયન નિહાળે જગધણી
લક્ષ્યાર્થ-વિવેચનઃ સુર અર્થાત્ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકના દેવનિવાસમાં પણ છે સખી સુમતિ ! મને પરમાત્મા ચંદ્રપ્રભના મુખચંદ્રના દર્શન નથી થયા.
દેવલોકના દેવો અસંખ્ય છે. એમાં એક માત્ર અસંખ્યાતમાં ભાગના જ દેવો સમકિત-દષ્ટિ હોય છે જેને દેવલોકના દિવ્ય સુખો પણ દુઃખરૂપ લાગે છે. એ સમકિતી દેવ-દેવીઓ દેવલોકના ભવનોમાં અને વિમાનોમાં આવેલા ચૈત્યોમાં દેવદર્શનને પામે છે. એટલું જ નહિ પણ તેઓ સમવસરણ આદિની રચનામાં પણ ભાગ લે છે. ભાવજિનેશ્વર ' ભગવંતની સેવામાં હાજર રહે છે અને દેશના પણ સાંભળે છે. તીર્થકર ભગવંતના કલ્યાણકોની પણ ઉત્સાહભેર ઠાઠમાઠથી ઉજવણી કરે છે. પાર્શ્વનાથ ભગવાને દેવના ભવમાં પરમાત્માના કલ્યાણકોની ઉજવણી - અત્યંત ભાવોલ્લાસપૂર્વક ચડતા પરિણામે કરી હતી, તેથી પાર્શ્વનાથ પ્રભુના ભવમાં અત્યંત સૌભાગ્ય અને આદેયપણાને પામ્યા હતા. અનુત્તર દેવવિમાનવાસી દેવો તો નિરંતર આત્મચિંતનમાં જ રહે છે. એ દેવો તથા લોકાંતિક દેવો તો માનવભવ પામીને એક જ ભવમાં મોક્ષ મેળવનારા હોય છે. છતાંય આવા દેવોને ઇચ્છા માત્રથી ઇચ્છિતની પ્રાપ્તિ અને તૃપ્તિ હોવાના કારણે તથા મૂળ શરીરે, મૂળ દેવનિવાસમાં વાસ કરતાં હોય છે અને ઉત્તર-વૈક્રિય શરીરે દેવાધિદેવની સેવા દેશના આદિમાં હાજર હોય છે; તેથી એવા દેવોને પણ પ્રભુદર્શનનો યોગ થવા છતાં, તેઓ વિરતિધર સાધક બની પરમાત્મ પ્રગટીકરણનો પ્રયોગ કરવા અસમર્થ હોય છે. આમ દેવલોકની દેવતાઈ-પુણ્યાઈ પ્રભુદર્શન તો કરાવે છે અને ક્યારેક ગ્રંથિભેદ દ્વારા સમ્યગ્દર્શન પણ કરાવે છે. છતાં ભાવાત્મક કે દ્રવ્યાત્મક વિરતિનો સ્પર્શ થવા દેતી નથી.
બાકી મિથ્યાત્વી દેવ દેવીઓ તો વિષયાસક્તિમાં એટલા મશગુલ
આત્માને એના મૌલિક સ્વરૂપમાં Doing-કરવાપણું-થવાપણું નથી પણ *
Being-હોવાપણું જ છે તેથી તેને અસ્તિકાય કહેલ છે.