________________
શ્રી અભિનંદન સ્વામીજી
_124
“દષ્ટિ એવી સૃષ્ટિ' છે માટે દૃષ્ટિને સુધારવાની જરૂર છે. ખોટી-અવળી મિથ્યાષ્ટિને જો સાચી-સવળી-સમ્યમ્ બનાવીશું તો દર્શન સાચું-સમ્યગૂ થશે. અહીં કવિશ્રીનો જે તલસાટ-તરસ છે તે આવી સાચી - સમ્યગ્દષ્ટિ માટેનો છે કે જે દૃષ્ટિ મળ્યા પછી જે દર્શન થાય તે યથાર્થ સાચું સમ્યગ્દર્શન થાય. આવી દૃષ્ટિ આવ્યા પછી એના સમ્યગ્દર્શનથી એને પ્રતિમામાં પરમાત્માના દર્શન થશે અને ગાયમાં પોતાના જેવો આત્મા જણાવા સહિત એનામાં સત્તાગત રહેલ પરમાત્માના દર્શન થશે, જેથી તેનો વ્યવહાર આત્મતુલ્ય-પરમાત્મા તુલ્ય બનશે. સમ્યગ્દર્શનથી સમ્યમ્ આચરણ થશે. '
આવા સમ્યગ્દર્શન જનિત સમ્યજ્ઞાન અને સમ્યમ્ આચરણ જ “સૃષ્ટિ એવી સૃષ્ટિ” ની સામેના પેલે પારના-ભવસાગરની સામે પારના “દૃષ્ટિ એવી દૃષ્ટિ” ના કિનારે ઉતારશે. અહીં “દૃષ્ટિ એવી દૃષ્ટિ' થતાં માત્ર-કેવળ દર્શન જ રહે છે અને તે કેવલ્ય દર્શન સાદિ અનંતકાળ એવું ને એવું જ રહે છે, કારણ કે દૃષ્ટિ સભ્ય અને પૂર્ણ થયેલ હોવાથી તેમાં બદલાવાપણું નથી, તેથી તે દૃષ્ટિ એવી ને એવી જ રહે છે. દષ્ટિમાં ઉપયોગમાં સ્થિરતા-અવિનાશીતા-વીતરાગતા-નિર્વિકલ્પતાપૂર્ણતા આવી ગઈ હોવાથી એ ઉપયોગવંતદશા છે.
પૂ. દેવચંદ્રજી મહારાજા અને પૂ. આનંદઘનજી મહારાજાના સ્તવનોમાં જ્ઞાન અને ભક્તિની એટલે કે સાધના અને ઉપાસનાની જુગલબંધી છે. તેઓ બન્ને સુકોમલ, કવિહૃદયી, જ્ઞાની, ભક્તયોગી હતા. એઓશ્રીના જ્ઞાનમાંથી ભક્તિની અને ભક્તિમાંથી જ્ઞાનની સરવાણીઓ ફૂટે છે. સાધના અને ઉપાસનાનો સુભગ સંગમ થતો હોય છે.
મોક્ષમાર્ગની સાધનામાં જ્ઞાન-સાધના અને શ્રદ્ધા-ભક્તિ ઉપાસના
ગુણવિકાસ અને દોષનાશથી ઘર્મની શરૂઆત છે.