________________
9
- હૃદય નયન નિહાળે જગધણી
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું; તેને તુચ્છ કરીને ફરીએ રે ! મોહન મારા; પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ એવાતણ મારું; રાંડવાનો આવે નહિ વારો રે ! મોહન પ્યારા ! મીરાબાઇ
અહીં કવિરાજ પોતાની આંતર-ચેતનાને ઐણભાવથી ભાવિત કરીને ભીતરમાં ચેતન જે સત્તાગત પરમાત્મા-સ્વરૂપે રહેલ છે, તેને સંબોધન કરીને કહે છે કે હે ઋષભ ! હે ભગવાન આત્મા! આપ મારા એવા કંત-સ્વામી છો કે જે કદીય મારો સાથ છોડતા નથી, તેવા આપની સાથે આપ જેવી થઈને, આપના જેવી બની જઈને એટલે કે જેવો ચેતન છે - જેવું દ્રવ્ય છે, એવી મારી પર્યાયને હું જો શુદ્ધ, પૂર્ણ, સ્થિર, અક્રય બનાવી દઉં તો પછી પાછી ક્યારેય અશુદ્ધ, અપૂર્ણ ન થાઉં એવા એકરૂપ - સમરૂપ-તતૂપ-ચિતૂપ સંબંધને પામું! .
સ્તવનની આ પહેલી કડીમાં કવિવર્યનું કહેવાનું તાત્પર્ય એ છે કે દેવાલયમાં રહેલ આ ઋષભદેવ અને દેહાલયમાં ભીતર બિરાજેલ ભગવાન આત્મા, ચેતન, એ એવો ભગવાન છે કે જેનો પરિચય કરી, પ્રીતિ જોડીને ભક્તિ કરવાથી, એ ભગવાન રીઝે તો, એ સાહીબો એવી સુખસાહીબી આપે છે કે એના સુખપૂર્ણ સથવારાનો ક્યારેય અંત ન આવે તેવો સાદિઅનંત પ્રકારનો શાશ્વત સિદ્ધાવસ્થાનો સાથ પ્રાપ્ત થાય છે.
એક કવિહૃદયી, જ્ઞાની, ભક્ત જણાવે છે કે વિનાશીની પ્રીતિભક્તિ વિનાશી બનાવે છે અને અવિનાશીની પ્રીતિ-ભક્તિ અવિનાશી બનાવે છે. જો વિનાશી એવા પુલના રાગે કરીને કે પછી એના અભાવ યા વિયોગે કરીને જીવને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થતું હોય, તો પછી
માનવમાંથી દેવ બનવું સહેલું છે પણ દેવમાંથી માનવ બનવું દુષ્કર છે.